વિદ્યાર્થિનીએ મોદીને પૂછી લીધું: તમને મત શા માટે?April 01, 2019

  • વિદ્યાર્થિનીએ મોદીને પૂછી લીધું: તમને મત શા માટે?

નવી દિલ્હી તા. 1
દેશનાં 500 સ્થળ પર ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઇન અંતર્ગત વિડીયો કોન્ફર્સન દ્વારા લોકોને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ એકવાર ફરી સત્તામાં આવવા પર પોતાની સરકારનો પ્લાન પણ જણાવ્યો. આ ચૂંટણીમાં પહેલી વખત વોટ આપવા જઇ રહેલી અરૂણાચલ પ્રદેશની એક વિદ્યાર્થિનીએ પીએમ મોદીને પુછ્યું કે આખરે અમે તમને વોટ શા માટે આપીએ? તમારે જણાવવું જોઇએ કે આવતા 5 વર્ષમાં તમારી સરકાર શું કરશે? આ પ્રશ્ર્ન પર પીએમ મોદીએ કહ્યું કે, અત્યાર સુધી અમે સુવિધાઓનાં ખાડા પુરવાનું કામ કર્યું અને હવે આગળ આકાંક્ષાઓને પુરી કરીશું. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં મે જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રાથમિકતા આપી. ટોઇલેટ, વીજળી, પાણી, ગામડાઓમાં રસ્તાઓ, રેસ, એરપોર્ટને પુરા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જે ઉણપ રહી ગઇ તેને પૂર્ણ કરવાની છે અને આવતા 5 વર્ષોમાં અમારું ફોકસ આકાંક્ષાઓને પુરી કરવા પર હશે.
ખેડૂતોની આવક બમણી કરવાને લઇને પીએમ મોદીએ કહ્યું કે, અમે 2022 સુધી આ લક્ષ્યને પાર કરી લઇશું. હું 2014થી 2019 સુધી કેટલાક લોકોને જેલનાં દરવાજા સુધી લઇને આવ્યો. આવનારા સમયમાં દેશનાં લોકોને લૂંટનારાઓ પ્રત્યે કડકાઇપૂર્વક કાર્યવાહી કરીશું. દેશને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા તરફ લઇ જવો છે. આ ઉપરાંત ભારતની એજ્યુકેશન સીસ્ટમને ગ્લોબલ બેંચમાર્ક પર લઇ જવી છે. આ વખતનાં મારા 5 વર્ષ ખાડાઓ ભરવામાં લાગી ગયા. હવે આવતા 5 વર્ષ દેશને ગતિ આપવામાં પર કામ કરીશ.
પીએમ મોદીએ પોતાનું લક્ષ્ય ગણાવવાની સાથે સાથે વિપક્ષનાં ચૂંટણી વાયદા પર પણ પ્રહાર કર્યો. પીએમ મોદીએ એક સંત અને તેના શિષ્યની વાર્તા સંભળાવતા કહ્યું કે, તમારે તેમના ટેપ રેકોર્ડની જગ્યાએ ટ્રેક રેકોર્ડને જોવો જોઇએ. તેમની 4 પેઢીઓએ શાસન કર્યું અને દેશમાં ગરીબી વધતી જ ગઇ. દેશનાં પહેલા પ્રધાનમંત્રીએ ગરીબી દૂર કરવાનો વાયદો કર્યો અને ગરીબી વધતી ગઇ. પછી તેમની દીકરી આવી અને ગરીબી દૂર કરવાનો નારો આપીને ગરીબી વધારી. પછી દીકરીનાં દીકરાએ આવું કર્યું અને પછી એ દીકરાની પત્નીએ રીમોટ સરકાર ચલાવીને ગરીબી વધારી. હવે શહેઝાદા આવ્યા છે અને ગરીબી દૂર કરવાની વાત
કરી રહ્યા છે. આપણે આવા લોકો છુટકારો મેળવવો પડશે.
પીએમ મોદીએ એક વાર્તા સંભળાવતા કહ્યું કે, એક સંત-મહાત્મા હતા. તેમની પોતાની એક પહોંચ હતી. કોઇકે વિદેશમાં તેમની ઘણી પ્રશંસા સાંભળી હતી, તો તેમણે તેમની સાથે પત્ર વ્યવહાર કર્યો અને ભારત આવ્યા. તે આવ્યા તો ગુરૂજીનાં શિષ્યોએ તેમને ફાઇવ સ્ટાર
હોટલમાં રાખ્યા.
તે મજાથી રહેવા લાગ્યો અને આશ્રમનાં લોકો પૈસા આપી રહ્યા હતા, પરંતુ ગુરૂ પાસેથી શિક્ષા નહોતો લઇ રહ્યો અને મોજ કરી રહ્યો હતો. ત્યારબાદ તે ઘણા લાંબા સમય સુધી બેઠેલો રહ્યો. ગુરૂ મંત્ર લેવાથી બચતો રહ્યો. અંતમાં એક દિવસ ગુરૂજીનાં શિષ્યોએ કહ્યું કે આજે ગુરૂ મંત્ર લઇલો નહીં તો ફરી તક મળશે નહીં. અંતમાં તેણે થાકી-હારીને ગુરૂ મંત્ર લીધો. ગુરૂએ જ્યારે મંત્ર આપ્યો તે ચેલાઓએ કહ્યું કે તમારે ગુરૂ દક્ષિણા આપવી જોઇએ. તે હલતો જ નહોતો. જ્યારે બધાએ દબાવ નાંખ્યો ત્યારે તે ઉભો થયો અને ગુરૂજીનાં કાનમાં કંઇક બોલ્યો અને પછી બેસી ગયો. હોટલ ગયો તો ચેલાઓએ કહ્યું કે તે ગુરૂજીને શું આપ્યું? તેણે કહ્યું કે તેમણે મને કાનમાં કહ્યું હતુ કે તને મોક્ષ આપ્યો તો મે તેમને કાનમાં કહ્યું કે તમને વોશિંગ્ટન અને ન્યૂ યોર્ક.