‘ન્યુસન્સ’ જેવા ન્યૂઝ પોર્ટલોની માયાજાળApril 01, 2019

  • ‘ન્યુસન્સ’ જેવા ન્યૂઝ પોર્ટલોની માયાજાળ

મુંબઇ : ભારતીય પ્રસાર માધ્યમના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ થયાના દિવસથી ન્યૂઝપોર્ટલોનો તો ખરા અર્થમાં વરસાદ થયો છે. મોટામોટા મીડિયા જૂથોથી માંડીને પૂરક ઈન્ડસ્ટ્રી તરીકે આ વ્યવસાયમાં ઉતરેલી ઈન્ડસ્ટ્રિયલ કંપનીઓ સુધીના ન્યૂઝપોર્ટલો ઈન્ટરનેટની મહાજાળમાં કાર્યરત છે. નહિટ્સથ, નપેજન્યૂઝથ, નપેડન્યૂઝથ, જાહેરખબરોનું એક આર્થિક ચક્ર છે, ઈન્ટરનેટ પર એને એની આસપાસ સમાચારોનો શણગાર માંડેલા ન્યૂઝપોર્ટલો આપણને સાર્વત્રિક રીતે કે અબાધિત રીતે સતત જોવા મળે છે. ચટપટી બાતમીઓથી ભરચક ગરમમસાલા જેવા આ ન્યૂઝપોર્ટલોને ગંભીરતાથી લેવાની જરાય જરૂર નથી, પણ ઝટપટ પ્રસારને કારણે આજના વાતાવરણમાં તેની દખલ લેવી આવશ્યક છે.
જોકે, બધા જ ન્યૂઝપોર્ટલ માર્કેટિંગ માટે જ છે કે માત્ર નગલ્લાભરુપ છે એવું પણ નથી. બાતમીઓમાં ચપળતા, કસોટીએ ચડવાની તૈયારી, પ્રામાણિકપણું અને સ્વતંત્ર ટેકીલાપણું વગેરે વૃત્તિ અને વિચારથી ચાલતાં ન્યૂઝપોર્ટલોની પણ કમતરતા નથી. આવા જ એક ન્યૂઝપોર્ટલે તાજેતરમાં ચૂંટણી સંબંધી એક ઍપની કરમકથાનાં પાનાં પોતાના પોર્ટલ પર ખોલ્યાં હતાં. નનેતાથઓનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનો દાવો કરનારું આ ઍપ નલોકસભામાં યોગ્ય પ્રતિનિધિ પાઠવવા માટે મતદાન કરોથ એવો પોકાર પાડે છે. નજનતાના હિતાર્થે જારીથ કરવામાં આવ્યાનો દાવો કરનારી આ ઍપ તમને તમારા લોકસભા કે વિધાનસભા મતદાર ક્ષેત્રના લોકપ્રતિનિધિને માર્ક્સ આપવાનું આહ્વાન કરે છે. અન્ય યૂઝરોએ કરેલી નોંધ અનુસાર વિશ્ર્લેષણ કરીને આ ઍપ તમારી સમક્ષ લોકસભાનું સંભવિત ચિત્ર રજૂ કરે છે. ટૂંકમાં ઍપ લોકસભાની ચૂંટણી વિશે તમારો મત જાણી લે છે. હાલમાં ચૂંટણીની મોસમ છે એટલે ઘરેઘરે ચૂંટણી અગાઉ અંદાજ માંડીને ચર્ચા કરવાનો ટ્રેન્ડ ચાલે છે. એમાં વળી આ ઍપનો ઉમેરો થાય છે. અહીં સુધી તો બધું ઠીક છે, પણ ઍપ એના વપરાશકર્તાને દસ હજાર રૂપિયા સુધીનાં ઈનામો જીતવાની લાલચ પણ આપે છે! આ ઍપની કામ કરવાની પદ્ધતિ જોઈને આપણે વાત કરીએ છીએ એ ન્યૂઝપોર્ટલે ઍપની તમામ પાર્શ્ર્વભૂમિ ખોદી-ખોજી કાઢી. એ શોધમાંથી કેટલાક મોટા રાજકીય સલાહકારો, ઈન્ડસ્ટ્રિયલ જૂથ, મીડિયા જૂથ વગેરેનાં નામો ખૂલ્યા... ખેર આપણી વાતનો વિષય એ નથી. ન્યૂઝપોર્ટલે કરેલા સંશોધન-ખોજતપાસમાંથી એવું જાણવા મળ્યું હતું કે, યૂઝરોની માહિતીનો બહુ મોટો જથ્થો એકઠો થયો છે અને બરાબર આ જ મુદ્દો ચૂંટણીના કાળમાં બહુ જ મહત્ત્વનો બની શકે છે, એવી ચર્ચા હવે શરૂ થઈ છે.
બીજી વાત એવી છે કે, આ ઍપ પર રજિસ્ટ્રેશન કરનારા યૂઝરે પોતાનું નામ, મોબાઈલ ફોન નંબર, મતદાર સંઘ, રહેણાંકનું સરનામું, રાજકીય વલણ, લોકપ્રતિનિધિ વિશેનો અભિપ્રાય વગેરે જાણકારી આપવી પડે છે. આ જાણકારી લોકસભાની ચૂંટણીમાં પ્રભાવકારી બની શકે છે, એવો દાવો વિશ્ર્લેષકો કરે છે. દાખલા તરીકે, કોઈ એક મતદાર ક્ષેત્રમાંથી કેટલાક સેંકડો લોકોએ આ ઍપ પર પોતાનાં નામ રજિસ્ટર કર્યા અને માગણી અનુસાર તમામ માહિતી આપી તોઆ માહિતીનું વિશ્ર્લેષણ કરીને સંબંધિત મતદાર ક્ષેત્રમાં લોકોનું રાજકીય વલણ કે ઝોક શું હશે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. એ જાણકારી એ મતદાર ક્ષેત્રના ઉમેદવાર માટે સામે પીરસાયેલાં મારણ જેવું ઠરે એમ છે. આ જાણકારીનો ઉપયોગ કરીને સંબંધિત મતદારો પર પ્રભાવ પાડી શકાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. ઈન્ટરનેટ કે ઍપના માધ્યમથી વપરાશકર્તાની જાણકારી એકત્ર કરવાની બાબત હવે નવી નથી. સ્માર્ટફોન પરના દરેક ઍપ પોતાની સગવડ અનુસાર આ કામ કરતી જ હોય છે. મોટાભાગે એ ઍપના યોગ્ય ફ્ંક્શન માટે સંબંધિત માહિતી એકત્ર કરવી જરૂરી પણ હોય છે. દાખલા તરીકે ભાડાની કાર કે ટેક્સી માટેનાં ઍપને યૂઝરના લોકેશન્સનો ઍક્સેસ હોવો જરૂરી છે નહીં તો યૂઝરને ટેક્સી કયા સ્થળે જાય છે એ ખબર જ નહીં પડે!
સોશિયલ મીડિયાને સંબંધિત ઍપને કેમેરા અને ફોટો ગેલરીનો ઍક્સેસ નહીં હોય તો એના પરથી તસવીરો શેઅર કરી જ નહીં શકાય. આમ દરેક ઍપ પોતાની ગરજ પ્રમાણે વપરાશકર્તાની જાણકારી એકત્ર કરતી જ હોય છે, એ પણ એ જાણકારી અત્યંત ગોપનીય રાખવાની શરતે જ! એવા પણ અનેક ઍપ હોય છે જેનો મૂળ હેતુ વપરાશકર્તાની જાણકારી એકત્ર કરીને વેચવાનો હોય છે. અમેરિકામાં 2016ની પ્રમુખપદની ચૂંટણી વખતે આવા પ્રકારની જ એક ઍપ દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ મતદારો પર પ્રભાવ પાડવા માટે એકદમ પરફેક્ટ રહ્યો હતો. એની વિગતોમાં આપણે નથી ઊતરતા પણ ટૂંકમાં કહેવું હોય તો ચૂંટણી સંબંધી ઍપનો આવો ચક્રવ્યૂહ હોય છે. હવે તમારે જ નક્કી કરવાનું કે કઈ ઍપને કેટલો ઍક્સેસ આપવો.