ઉનાળામાં ખાન-પાન કંઈક આવું રાખોMarch 30, 2019


* પાણી પીવાનું પ્રમાણ વધુ રાખો બહાર નીકળો ત્યારે પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી ખાસ તો નાના બાળકોને યાદ કરીને પાણી પીવડાવતાં રહેવું જોઈએ.
* ઘરમાં નિયમિત લીંબુ પાણી, વરિયાળી શરબત, ગરમાળાનું શરબત વગેરેનું સેવન કરવું જોઈએ.
* બપોરના ભોજનમાં ટામેટા, કાકડી, લીંબુનો ઉપયોગ વધુ રાખવો જોઈએ.
* સીઝનલ ફ્રૂટ જેવા કે દ્રાક્ષ, તરબૂચ, સક્કરટેટી વગેરે ફળો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે તેથી તેનો ઉપયોગ વધુ કરવો.
* ભોજનમાં દહીં, છાશનો ઉપયોગ વધારે કરવો તેમજ તીખા-તળેલા પચવામાં ભારે વાસી પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ.
* બહારના ઠંડાપીણા, આઇસ્ક્રીમ, જંકફુડ વગેરે ખાવાનું ટાળવું જોઈએ કારણકે ઉનાળામાં ફૂડ પોઈઝનીંગ થવાની શક્યતા વધુ રહે છે.
* કાચી કેરી ગરમી સામે રક્ષણ આપે છે તેથી કાચી કેરીનું કચુંબર, શરબત, બાફલો વગેરે પણ ફાયદાનું સેવન પણ ફાયદાકારક છે.