મહેસાણામાં હાર્દિક અને અલ્પેશથી કોંગ્રેસમાં કડાકોMarch 30, 2019

મહેસાણા તા.30
ઠાકોર સેનાના આગેવાન અને બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અવારનવાર કોંગ્રેસને પોતાના સૂરમાં દબાવવાનો પ્રયાસ કરતા રહે છે. કોંગ્રેસમાં પોતાનું કદ વધારવા તેમ જ પોતાના માનીતા ઉમેદવારને ટિકિટ અપાવવા માટે અલ્પેશ ઠાકોર હાલમાં ધમપછાડા કરી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા છે. મહેસાણા કોંગ્રેસમાં સિનિયર-જૂનિયરની જીદમાં કોંગ્રેસ પાર્ટી પોતે કોઇ નિર્ણય લઇ શક્વામાં અસમર્થ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા કોંગ્રેસમાં સિનિયર-જૂનિયર કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારને ટિકિટ અપાવવા માટે જીદે ચઢ્યા છે. આ મામલે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ફરી કોંગ્રેસનું નાક દબાવી રહ્યા છે. મહેસાણામાં જૂનિયરો દ્રારા જી.એમ.પટેલ માટે ટિકિટની માંગ કરવામાં આવી રહી છે. ત્યાં જ બહુચરાજીના ધારાસભ્ય ભરતજી એ.જી.પટેલના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ત્યાં જ સિનિયરો એ.જી.પટેલને ટિકિટ આપવાના પક્ષમાં છે.
આમ મહેસાણામાં સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે બે ફાંટા પડી ગયા છે. જુનિયર નેતાઓ જી.એમ પટેલને ટિકિટની માગ કરી રહ્યા છે ત્યાં જ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની જી.એમ પટેલને ટીકીટ આપવાની જીદે ચઢ્યા છે.
પ્રદેશના સિનિયર નેતાઓ એ.જી પટેલને ટીકીટ આપવા માંગ કરી છે તો બહેચરાજીના ધારસભ્ય ભરતજી ઠાકોરે એ.જી પટેલને ટીકીટ ન મળે તો આક્રમક મુડમાં આવી જવાની વાત કહી છે. હવે જોવાનું રહ્યું કે, મહેસાણાની ઉમેદવારી કોણ નોંધાવે છે. અત્યારે તો કોગ્રેસ પાર્ટી પણ ગોથે ચડી ગઇ છે કે, સીનિયરોને ખુશ કરવા કે પાર્ટી માટે જે કાર્યકર્તાઓ દિવસ રાત કામ કરી રહ્યા છે તેમની
વાત માનવી.