પતિએ માવતર જવાની ના પાડતા પત્નીએ જીવન ટુંકાવ્યુંApril 12, 2019

જામનગર,તા.12
જામનગરનાં ખીજડીયા ગામની પરણીતાએ અગ્નિસ્નાન કરી લેતા સારવારમાં તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ. એક વર્ષ પહેલાજ તેના લગ્ન થયા હતા. માવતરે જવાનાં પ્રશ્ર્ને તેણીએ આ પગલું ભર્યુ હતુ.
ખીજડીયા ગામમા રહેતી કિંજલબેન સંજયભાઈ બાબરીયા ઉ.વ.ર0 નામની પરણીતાને માવતરે જવુ હતુ. આથી તેના પતિએ બે દિવસ પછી જવાનું કહેતા તેણીને માઠુ લાગી ગયુ હતુ. અને ગત તા.4-4-19 ના રોજ તેણીએ અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દઝી જવાથી સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જયાં તેણીનું સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. મૃતક કિંજલબેનના લગ્ન એક વર્ષ પહેલાજ થયા હતા.
કાર ચાલકે બે રાહદારીને હડફેટે લીધા
જામનગરમા લાલવાડી વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ દયાળજીભાઈ માંડલીયા ઉ.વ.પપ પોતાનાં મીત્ર રમેશભાઈ સામે ગત રાત્રે જીરી ચોકડીથી લાલવાડીના માર્ગે પગપાળા જતા હતા ત્યારે જી.જે.ર7 સી. પ108 નંબરનાં ફોર વ્હીલ વાહન ચાલકે બંન્નેને હડફેટે લેતા ઈજા પહોચી હતી. આથી બંન્નેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે અકસ્માત પછી વાહન ચાલક નાસી ગયો હતો.
આ અંગે પ્રવિણભાઈ માંડલીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.