ત્રણ શખ્સો ચોરીના મનાતા શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝબ્બે: રૂા.50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જેપોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી હાથ ધરેલી આકરી પુછપરછApril 12, 2019

ખંભાળીયા તા.12
ખંભાળીયા ગાયત્રીનગરમાંથી ત્રણ ઇસમોને રૂા.49064/- ના શક પડતા મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા હતા.ખંભાળીયા ગાયત્રીનગરમાં હનુમાન ડેરી નજીક ત્રણ ઇસમો જેમાં બે ઇસમોના ખંભા ઉપર બાયકા છે તથા એકના હાથમાં પ્લાસ્ટીકની થેલીમાં ચોરી છુપીથી કે છળકપટથી મેળવેલ ભંગારનું વેચાણ કરવા નિકળેલા છે. જેથી સદરહુ જ્યયાએ ખરાઇ કરતા 1. પપુભાઇ સોમાભાઇ સોલંકી રહે.ગાયત્રીનગર, પાસે ખંભાળીયા વાળાઓ કોપરના છીણેલા વાયર તથા કોપરના વાયર તથા સિલ્વર જેવા કલરના ધાતુના એર વાલ્વ નંગ-17 તથા એર પ્રેસર મીટર નંગ-3 તથા સફેદ જેવી ધાતુના ચોસલા (ટુકડા) નંગ-2 વિગેરે મુદ્દામાલ મળી આવેલ હોય.જે બાબતે મજકુર ઇસમોની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મજકુર ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલની કુલ કિ.રૂા.49.64/- ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરેલ છે તથા મજકુર ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ 41 (1) ડી મુજબ પો.હેડ કોન્સ. આર.એમ.જાડેજાએ અટક કરેલ છે અને આગળની તપાસ હાથ ધરેલ છે.