વેરાવળનાં ગોવિંદપરા ગામે મનરેગા કામમાં ભ્રષ્ટાચારની રાવApril 12, 2019

વેરાવળ તા.12
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે મનરેગાના કામમાં ભષ્ટાચાર થયેલ હોવાની માહીતી આર.ટી.આઇ. હેઠળ બહાર આવેલ છે અને આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી સહીતના અધિકારીઓને લેખીત ફરીયાદ આપી યોગ્ય તપાસ કરવાની માંગ કરેલ છે.
ગોવિંદપરા ગામે રહેતા સુમરા સબ્બીરહુસેન યુસુફ દ્વારા મનરેગા યોજનાની માહીતી માંગેલ જેમાં ગોવિંદપરા ગામે મનરેગાના કામમાં થયેલ ભષ્ટાચાર બહાર આવતા આ બાબતે જીલ્લા વિકાસ અધિકારીને લેખીત રજૂઆતમાં જણાવેલ કે, મનરેગા યોજનાના કામમાં ખોટા જોબ કાર્ડ બનાવી, બોગસ બેંક ખાતા ખોલી લાખો રૂપિયાના કામો ફકત કાગળ ઉપર કરવામાં આવેલ છે અને નોકરી કરતા તેમજ અવશાન પામેલ વ્યક્તિઓના અને પાકિસ્તાન રહેતા લોકોના જોબ કાર્ડ બનાવી ખોટા મસ્ટર નિભાવી બેંકમા બોગસ ખાતા ખોલાવી તેમાંથી નાણા ઉપાડી ભષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, આ કામમાં સરકારી કર્મચારીઓ તેમજ બેંક કર્મચારીઓની મીલીભગત હોવાના કારણે ઉચિત કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અને જો આ ફરિયાદના અનુસંધાને યોગ્ય તપાસ કરવામાં આવે તો અન્ય ગામોમાં થયેલ મનરેગાના ભષ્ટાચાર કરતા પણ મોટી રકમનું કોંભાડ ખુલે તેવી શકયતા હોવાનું જણાવેલ છે અને આ ભષ્ટાચારમાં પાંચ અવસાન પામેલ વ્યક્તિઓના નામે જોબ કાર્ડ બનાવી મસ્ટર ઉપર હાજરીઓ પુરી ખોટા બેંક ખાતામાં રૂપિયાનું ચુકવણુ કરી ને સરકારના લાખો રૂપિયાનો ભષ્ટાચાર આચરેલ હોવાનો આક્ષેપ કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આ લેખીત રજૂઆતની જાણ જીલ્લા કલેકટર, મુખ્યમંત્રી સહીતના લાગતા વળગતાઓને કરેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.