પાક.ના ક્વેટામાં વિસ્ફોટ: 14નાં મોત

  • પાક.ના ક્વેટામાં વિસ્ફોટ: 14નાં મોત

નવીદિલ્હી, તા.12
પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા ઉફૂક્ષના જણાવ્યાં મુજબ ડીઆઈજી અબ્દુલ રજ્જાક ચીમાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે આ વિસ્ફોટ હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે કરાયો હતો.
વિસ્ફોટની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવ દળ, પોલીસ અને ફ્રન્ટિયર કોરના સભ્યોએ રાહત કામ શરૂ કરી દીધુ છે. સુરક્ષા કારણોસર પ્રશાસનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને બંધ કરી દીધો છે. આ સાથે જ ઘટનાસ્થળે કોઈની પણ અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
ડીઆઈજી ચીમાએ કહ્યું કે માર્યા ગયેલા લોકોમાં સાત લોકો હજારા સમુદાયના હતાં જ્યારે ફ્રન્ટિયર કોરનો એક સૈનિક પણ હુમલામાં શહીદ થયો છે. પોલીસને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં ખસેડાયા છે.