શેરબજારમાં તેજી જારી: સેન્સેક્સ 160 અંક તેમજ નિફ્ટી 35 પોઈન્ટ ઉપર

  • શેરબજારમાં તેજી જારી: સેન્સેક્સ 160 અંક તેમજ નિફ્ટી 35 પોઈન્ટ ઉપર

રાજકોટ, તા.12
શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +83.68 અંક એટલે કે 0.22 ટકા વધીને 38,690.69 પર અને નિફ્ટી +21.75 અંક એટલે કે 0.19 ટકા વધીને 11,618.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં દિવસના અંતે માર્કેટમાં ધીમી ચાલ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ +21.66 અંક એટલે કે 0.056 ટકા વધીને 38,607.01 પર અને નિફ્ટી +12.40 અંક એટલે કે 0.11 ટકા વધીને 11,596.70 પર આવી શેરબજાર બંધ થયું હતુ. ગઇકાલે શેરબજારમાં દિવસની શરૂઆત લાલ નિશાન સાથે થઇ હતી.
આજે સવારે નિફ્ટી ઓટો 0.04 ટકાની તેજી, નિફ્ટી ફાઇનાન્સ સર્વિસ 0.02 ટકાના ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.31 ટકા તેજી, નિફ્ટી આઇટી 0.44 ટકાનો વધારો, નિફ્ટી મેટલ 0.23 ટકાનો વધારો, નિફ્ટી ફાર્મા 0.47 ટકાની તેજી અને નિફ્ટી રિયલ્ટીમાં પણ 0.16 ટકાના વધારા સાથે માર્કેટ ટ્રેડિંગ કરી રહ્યું હતું.
બજાર બંથ થયું ત્યારે સેન્સેક્સ 160 પોઈન્ટ ઉછળીને 38,767 તેમજ નિફ્ટી 35 અંક ઉપરમાં 11,631 પર રહ્યા હતા.