જામનગર ભાજપના ઉમેદવારે છ દિવસનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો

જામનગર તા.12
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુરૂવારે તંત્ર દ્વારા ઉમેદવારોના ખર્ચની પ્રથમ તપાસ કરી હતી. જેમાં જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે રૂા.20.13 લાખ, કોંગ્રેસના ઉમેદવારે 14.39 લાખનો ખર્ચ દર્શાવ્યો છે.
ઉમેદવારોએ ખર્ચપત્રક રજુ કરવાના હોય છે. જેની પ્રથમ ચકાસણી ગુરૂવારે કરી હતી. જેમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે 8 એપ્રિલ સુધી રૂા.20,13,883 નો ખર્ચ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ 10 એપ્રિલ સુધી રૂા.14,39,033 નો ખર્ચ કર્યાનું દર્શાવ્યું છે. જ્યારે 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ સભાયાએ 8મી એપ્રિલ સુધીમાં રૂા.2,04,415 નો ખર્ચ, ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે 10મી એપ્રિલ સુધીમાં રૂા.82,663 નો ખર્ચ દર્શાવ્યો છે. બંને બેઠકો પર અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના 22 ઉમેદવારોએ પણ ખર્ચના પત્રક રજુ કર્યા છે.