મંડપ ઉડી ગયો તો કહે ઠાકોર સેનાની આંધી છે!April 12, 2019

દિયોદર: દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની સભા ચાલુ હતી ત્યારે ભારે પવન ફૂંકાવાના કારણે એક બાજુનો મંડપ ઉડી ગયો હતો. મંડપ તુટી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મંડપ ઉડી જતાં અલ્પેશે કહ્યું કે, આ ઠાકોર સેનાની આંધી છે, બધાને લઈને ઉડી જશે. ઘણા લોકોમાં ગેસ ભરાઈ ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે. આપણે ગેસના
બાટલાથી બધાનો ગેસ કાઢી દેવો છે. ઠાકોર સેનાની તાકાત બધાને બતાવી દેવી છે.