લેસરથી રાહુલ ગાંધીની હત્યાનો પ્રયાસ?April 11, 2019

 કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ કોંગ્રેસની લેખિત ફરિયાદ, સુરક્ષામાં
ગંભીર ચૂક
નવી દિલ્હી તા. 11
અમેઠીમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી ની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચુક બહાર આવી છે અને મિડીયા સાથે વાતચિત દરમ્યાન રાહુલ ગાંધી ઉપર 7 વખત લેસરના ઓછાયા ફેંકાયા હોવાની કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ લેખિત ફરીયાદ વકરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલ, જય રામ રમેશ અને રણદિપસિંહ સુરજેવાલાએ પત્રમાં જણાવ્યું છે કે, અમેઠીમાં નામાંકન સમયે રાહુલ ગાંધી મિડીયા સાથે વાતચિત કરતા આ ત્યારે સાત વખત તેના માથા ઉપર લીલા કલરની લેસરલાઇટ ફેંકવામાં આવી હતી. સુરક્ષામાં આ એક ગંભીર ચુક છે.