ફેસબુક, એપલ, એમેઝોન પર ફ્રાન્સમાં ડિજિટલ ટેક્સApril 11, 2019

ફ્રાન્સ : ફ્રાન્સમાં ટૂંક સમયમાં ફેસબુક, એપલ અને એમેઝોન જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લાદવામાં આવશે. તેનાથી સંબંધિત કાયદો સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલી દ્વારા વિશાળ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે. જો કે, ફ્રાંસને આ બાબતે યુએસની નારાજગી અનુભવવી પડશે. આ બાબત પર ફ્રાન્સના નાણા પ્રધાન બ્રુનો લીએ જણાવ્યું હતું કે અમે આ કાયદો લાવવા અને નાણાકીય સમસ્યાઓ પર સાર્વભૌમ રહેવા માટે પ્રતિબદ્ધ છીએ. યુનાઇટેડ સ્ટેટ્સે આ પ્રસ્તાવને ટાળવા ફ્રાન્સને વિનંતી કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોંપિયોનું કહેવું છે કે આવા કાયદાઓથી માત્ર યુ.એસ. કંપનીઓને જ નહીં પરંતુ ફ્રેન્ચ નાગરિકોને પણ અસર પડશે જે ઓ આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તે છતાં ફ્રાન્સે ગાફા નામના આ કાયદાનો પ્રસ્તાવ કર્યો. કાયદો બનવા માટે સંસદના ઉપલા ગૃહ સેનેટમાં તેનું પસાર થવું જરૂરી છે. આ નવા કર કાયદા હેઠળ ડિજિટલ જાહેરાતો, ખાનગી ડેટા વેચાણ વગેરે ટેક્નોલોજી કંપનીઓ પર ત્રણ ટકા કર લેવામાં આવશે. તે બધી કંપનીઓને લાગુ પડશે જે દર વર્ષે વિશ્વભરમાં  84 મિલિયનની કમાણી કરે છે.