અને હવે ઇ-સિગારેટ પર સખ્ત પ્રતિબંધ માટે કાયદો ઘડવા માગApril 11, 2019

નવી દિલ્હી તા. 11
સુત્રોએ જણાવ્યું હતું કે વાણિજય મંત્રાલયે આરોગ્ય ખાતાના તેના સમકક્ષને દેશમાં પ્રાદેશિક કાનૂનની અનુપસ્થિતિને લઇને તેની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો શકય ન હોવાથી ઇ-સિગારેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદતો કાયદો ઘડવા જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે વાણિજય મંત્રાલયને ઇ-સિગારેટસ અને ફલેવર્ડ હુક્કા સહિત ઇલેકટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ્સ (ઇએનડીએસ)ની આયાત પર પ્રતિબંભ આપતું જાહેરનામું જારી કરવા જણાવ્યું હતું. સૂત્રોમાંથી એકે જણાવ્યું હતું કે કાનુન મારફતે ઇએનડીએસના પ્રાદેશિક વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લાદ્યા વિના તેની આયાત પર પ્રતિબંધ લાદવો તે વૈશ્ર્વિક વેપારના કાનૂનનું ઉલ્લંઘન થશે. ગત વર્ષના ઓગષ્ટ માસમાં દિલ્હી હાઇકોર્ટે દેશમાં ઇ-સિગારેટના નવા ઉભરી રહેલા જોખમનો સામનો કરવા યોગ્ય પગલા ભરવામાં વિલંબ બદલ કેન્દ્રનો ઉધડો લીધા બાદ આરોગ્ય મંત્રાલયે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇએનડીએસના ઉત્પાદન, વેચાણ અને આયાત અટકાવાવની એડવાઇઝરી જારી કરી હતી.
માર્ચ માસમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પણ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેલા તમામ ડ્રગ નિયમનકારોને તેમના ન્યાયક્ષેત્રમાં ઇ-સિગારેટ અને ફલેવર્ડ હુકકા સહિમતના ઇએનડીએસના ઉત્પાદન, વવેચાણ, આયાત અને જાહેરખબરોને મંજુરી ન આપવાના નિર્દેશો આપ્યાં હતા.
આ વર્ષના એપ્રિલ માસમાં 24 રાજયો એન ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના 1,000 થી વધુ તબીબોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇએનડીએસનો રોગચાળો ભારતમાં અને ખાસ કરીને યુવાનોમાં ફેલાય તે પહેલાં તેના પર પ્રતિબંધ લાદવાની અરજ કરી હતી.
ઇલેકટ્રોનિક સિગારેટસ કે ઇ-સિગારેટસ એવા ઉપકરણો છે કે જેને સળગાવવામાં આવતા નથી કે તેમાં તમાકુના પાનનો ઉપયોગ કરવામાં આતો નથી, પરંતુ એક પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરવાને બદલે તેનો વપરાશકાર પછી તેને શ્ર્વાસમાં લેતો હોય છે. નિકોટીન ઉપરાંત આ પ્રવાહીમાં મુખ્ય ઘટકોમાં પ્રોપીલીન ગ્લાઇકોલ (ગ્લીસેરોલ અને લહેજતના એજન્ટસની સાથે કે તેના વિના) નો સમાવેશ થાય છે.