અલ્પેશ ઠાકોરની નારાજગીના આ રહ્યાં ‘દેખિતા’ કારણોApril 11, 2019

અમદાવાદ તા. 11
ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો માહોલ તેના ચરમ પર છે. ત્યારે કોંગ્રેસ માટે વધુ એક ફટકા સમાન સમાચાર છે. ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર સહિત ધવલસિંહ પણ ધારાસભ્યે પદ છોડે તેવી વાતોના કારણે રાજનીતિ ગરમાઇ છે.
તમને જણાવી દઇએ કે, સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે એટલું જ નહીં, પરંતુ તે ભાજપમાં પણ જોડાશે તેવું કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ઑપરેશન રાધનપુરનો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.
અલ્પેશ ઠાકોરની નારાજગીના કારણો
1. વિધાન સભાની ચૂંટણી વખતે કોંગ્રેસે આપેલા વચનો પૂરા ન કર્યા
2. પ્રદેશ માળખામાં ઠાકોર સેનાના સભ્યોને સ્થાન ન અપાયું
3. લોકસભાના ઉમેદવારોની પસંદગીમાં અલ્પેશની સેન્સ ન લેવાઈ
4. છેલ્લી અનેક જાહેર સભાઓમાં અલ્પેશને માઈક સુદ્ધા ન અપાયું
5. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અલ્પેશની અવગણના કરી રહ્યાં છે
6. અલ્પેશના સાથી ધારાસભ્યોને પ્રદેશ નેતૃત્વ મહત્વ નથી આપતું
7. કોંગ્રેસના નેતાઓ ઠાકોર સેનાને પોતાનો ભાવ નથી પુછતા
8. સ્થાનિક કાર્યક્રમોમાં અલ્પેશના સાથી
ધારાસભ્યોને સ્થાન નથી અપાતું