વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ફટકો; રોહિત શર્મા ઘવાયોApril 10, 2019

  • વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાને  મોટો ફટકો; રોહિત શર્મા ઘવાયો

ક્ષ વાનખેડે સ્ટેડિયમ (મુંબઇ)માં પ્રેક્ટિસ દરમિયાન અચાનક માંસપેશીઓ ખેંચાઇ ગઇ
મુંબઇ તા. 10
વર્લ્ડ કપ ટીમની જાહેરાતના એક સપ્તાહ પહેલાં જ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન અને સ્ટાર સલામી બેટ્સમેન રોહિત શર્માને મંગળવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમ્યાન પગમાં ઇજા પહોંચી છે. ઇજા થયા બાદ રોહિત જમણા પગને પકડીને બહાર જતો દેખાયો. સમય રહેતા રોહિત ફિટ નહીં થાય તો તેની ઇજાથી ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. તેઓ ભારતીય ટીમ અને મુંબઇ ઇન્ડિયન્સ બંનેનું એક અભિન્ન અંગ છે.
વાનખેડેમાં પ્રેક્ટિસ સેશન દરમ્યાન થોડુંક ચાલ્યા બાદ અચાનક માંસપેશીઓ ખેંચાતા રોહિત જમીન પર જ સૂઇ ગયા અને દુ:ખાવો થતા માથું પકડી લીધું. ત્યારે મુંબઇ ઇન્ડિયન્સના ફિઝિયો નિતિન પટેલ જેઓ થોડાંક દિવસ પહેલાં જ ભારતીય ટીમના ફિઝિયો તરીકે જોડાયા છે રોહિત શર્મા જોડે પહોંચ્યા. રાહતની વાત એ છે કે પ્રાથમિક સારવાર મળ્યા બાદ તેઓ જાતે ચાલીને ડ્રેસિંગ રૂમમાં જતા દેખાયા. બુધવારના રોજ એટલે કે આઇપીએલની આજની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબની સાથે થશે. જો કે હજુ રોહિત શર્માની ઇંજાની ગંભીરતા પર સત્તાવાર અપડેટ આવવાનું બાકી છે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે તેઓ પંજાબની સામે રમશે કે નહીં.આઇપીએલની હાલની સીઝનમાં રોહિત સહિત ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સના બે ખેલાડીઓને ઇજા પહોંચી છે. રોહિત પહેલાં આઇપીએલ દરમ્યાન જ ભારતીય બોલર્સ જસપ્રીત બુમરાહને પણ ઇજા પહોંચી હતી. ત્યારબાદ વર્લ્ડ કપમાં તેમના રમવાને લઇ પ્રશ્ન ઉઠવા લાગ્યો હતો. જો કે હવે ખઈંમાં બુમરાહની વાપસી થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર સતત રમતનું દબાણ અને વર્લ્ડ કપ પહેલાં આરામ નહીં અપાતા સતત ચર્ચાનો વિષય બન્યું છે.   આપને જણાવી દઇએ કે 30મી મેના રોજ ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થશે. એવામાં પહેલાં બુમરાહ અને રોહિતને ઇજા થતાં ટીમ ઇન્ડિયા અને ક્રિકેટ પ્રેમીઓ માટે દુ:ખદ સમાચાર ચોક્કસ છે.