ભારતમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાની છૂટ !April 10, 2019

રાજકોટ તા.10
આજે અને હંમેશાથી ક્રિકેટ ખેલાય છે અને ક્રિકેટ પર મોટો જુગાર પણ રમાય છે ત્યારે હમણાં આઇપીએલ સીઝન ચાલી રહી છે. કરોડો રૂપિયાનો જુગાર લોકો રમી રહ્યા છે. ભારતભરમાં કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ગેરકાનુની રીતે દરરોજનો 1500 કરોડનો જુગાર રમાઇ રહ્યો છે. હાલમાં ભારતભરમાં ક્રિકેટ શોખીનો આઇપીએલ ફીવરમાં જકડાયેલ છે ત્યારે તેનો લાભ લેવા અનેક કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા રોકડ રકમની સ્કીમ આપી જુગાર રમાડે છે.
આ વખતે ઉયિફળ11ની એક જાહેરાત ટીવીના ટચુકડા પડદે બતાવામાં આવી રહી છે. આ એપ ડાઉનલોડ કરી તમે લોકો જુગાર રમી કરોડો રૂપિયા કમાઇ શકે છે. ભારતમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાની પાછલા બારણે છુટછાટ આપવામાં આવી હોય તેવો ઘાટ ઘડાયો છે. કયા બોલે ખેલાડી ચોક્કો મારશે, છક્કો મારશે વિકેટ લેશે તેના ઉપર ગ્રાહકોએ ઓનલાઇન એપમાં અંદાજ લગાવાનો હોય છે.
પોઇન્ટ ટેબલ નક્કી કરવામાં આવ્યા છે. તમારા પોઇન્ટમાં વધારો થાય તેમ ગીફટ વાઉચર કે રોકડ રૂપિયાના ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. ભારતની નેશનલ ગેમ છે પણ ક્રિકેટની રમત એક ધર્મ બની ગઇ છે ત્યારે તે હવે ગેરકાયદે સટ્ટાનું હબ પણ બની ગયું છે. ટીવી જોવાવાળો વર્ગ ઓછો અને સટ્ટો ખેલવાવાળો વર્ગ વધારે છે તેને ધ્યાને લઇને વિવિધ કંપનીઓ ક્રિકેટના નામે ગ્રાહકોને રીતસર લાલચ (સટ્ટો) રમાડી રહી છે. આ વખતે ટીવીમાં ડીમ11 એ એક પ્રકારનો ઓનલાઇન સટ્ટો જ કહેવાય.
જાણકારોએ આપેલી માહિતી મુજબ ડ્રીમ 11 જે કરી રહ્યું છે તે એક પ્રકારનો સટ્ટો જ છે. લોકોને જુગાર માનસ કરવા માટે ડ્રીમ પ્રેરણા આપી રહ્યું છે. છતાંય તેને સરકારે કેમ છુટ આપી છે. ઓનલાઇન આઇડીની બોલબાલા
હાલ આઇપીએલ મેચો ચાલી રહી છે ત્યારે આધુનિક સમયની સાથે હવે બુકીઓ અને સટ્ટાખોરો પણ હાઇટેક બની ગયા છે. પહેલા બુકીઓ ઘર કે ઓફીસ ભાડે રાખી મોબાઇલના ડબ્બા, ટીવી સહિતના ઇલેકટ્રોનિક સાધનો સાથે સટ્ટો રમાડતા હતા. હવે બુકીઓ મોબાઇલમાં એપ્લીકેશન બનાવી હરતા-ફરતા સટ્ટો રમાડી રહ્યા છે. જેના કારણે પોલીસથી પણ બચી શકાય છે અને જુગારીઓને પણ સલામત કરી શકાય છે. હાલ તો આઇપીએલમાં કરોડોનો સટ્ટો રમાઇ રહ્યો છે. ક્રિકેટ હવે આનંદ નહીં એક બિઝનેસ બની ગયો છે
ખેલ પાછળનો ઉદેશ તંદુરસ્ત સ્પર્ધા અને રમાવાનો આનંદ હોવો જોઇએ. માત્ર જીતવા માટે અને જીતીને તગડી કમાણી કરવા માટેનો ઉદ્દેશ સ્પોર્ટસમાં આવે ત્યારે તે રમત નહીં રહેતા બીઝનેસ બને છે. બીઝનેસ કરતાય ધંધો બને છે અને તેમાં પછી ધપલા થાય છે. એટલે જ ભારતમાં મેચફીકસીંગનું ભુત ધુણ્યા રાખે છે. ક્રિકેટના જુગારને કાયદેસર કરવા ચાલતી કવાયત ?
લો કમીશને ક્રિકેટ સહિત તમામ સ્પોર્ટસમાં જુગાર અને બેટીંગને કાયદેસરની પ્રવૃતિ તરીકે સમાવેશ કરવા અને તેને ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસના દાયરામાં લેવા કેન્દ્રને ભલામણ કરી છે. તેમાં સટ્ટાની તમામ આવક કરપાત્ર કરવા સુચન પણ કર્યુ છે. રમતોમાં જુગાર અને બેટીંગને કાનુની દાયરામાં લેવા માટે કાયદામાં અનેક સુધારા સુચવ્યા છે. આ અંગે જુગારનું નિયમન કરવા મોડેલ લો તૈયાર કરાશે. સંસદ ભવિષ્યમાં આર્ટીકલ બંધારણની 249 અને 252ની કલમો હેઠળ આ કાયદો ઘડશે ?