ભાવનગર રેલવે સ્કૂલના બાળકોએ બનાવેલ ચિત્રો પુસ્તકમાં રૂપાંતરિતApril 10, 2019

 રેલવે મુસાફરી સમયે બાળકોએ શું નહીં કરવા માર્ગદર્શન
રાજકોટ તા,10
ભાવનગર રેલવે સ્કૂલના બાળકો દ્વારા રેલવેની માહિતી આપતા ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને ભાવનગર રેલવેના મેનેજર રૂપા શ્રીવાસ્તવ દ્વારા ચિત્રોને પુસ્તકના રૂપમાં રૂપાંતરિત
કરવામાં આવ્યા છે અને એકદમ સરળ ભાષામાં તેને લખવામાં આવ્યું છે અને હેન્ડબુક ફોર ચિલ્ડ્રન ઓન હાવ ટુ યુઝ ધ
રેલવે તેવું ટાઈટલ આપવામાં આવ્યું છે.
આ પુસ્તકનું વિમોચન પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા દ્વારા કરાયું હતું. આ પુસ્તક રેલવેએ બાળકોને એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે રેલવે પરિસર અથવા રેલ યાત્રા દરમ્યાન બાળકોએ શું કરવું જોઇએ, શું નહીં કરવું જોઇએ અને તે રેલવેને કેમ મદદરૂપ થાય છે તેની માહિતી આપવામાં આવી હતી અને ભાવનગર શહેરની કેટલીક સ્કૂલોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવશે.