સ્મશાનમાં બેસવા મુદ્દે આધેડની હત્યાApril 10, 2019

અમરેલીની ઘટના : નિત્યક્રમ પ્રમાણે આધેડ સ્મશાનમાં બેસવા ગયાને ઢીમ ઢાળી દેવાયું
અમરેલી તા,10
અમરેલીના બહારપરામાં રહેતા એક આધેડને રાવળ સમાજના સ્મશાનમા: નહી આવવા બાબતે અગાઉ આરોપીએ કહેલ અને તે બાબતે ઝગડો પણ થયેલ. તેમ છતાં આ આધેડ રાવલ સમાજના સ્મશાનમાં જતા હોય જેથી અમરેલીના જેસીંગપરામાં રહેતા એક શખ્સે ગઇકાલે બપોરથી સાંજ સુધીના સમયગાળા દરમીયાન આ આધેડને ધારદાર હથીયાર વડે માર મારી મોત નિપજાવી દેતા આ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપીને પોલીસ શોધી રહી છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ મગનભાઇ દેગામાના ભાઇ રમેશભાઇ અવાર નવાર અમરેલીમાં આવે રાવલ સમાજના સ્મશાનમાં બેસવા માટે જતા હોય જેથી જેસીગપરામાં રહેતા શ્યામજી પુંજાભાઇ રાઠોડ નામના ઈસમે આ રમેશભાઇને સ્મશાનમાં બેસવા નહી આવવા બાબતે અગાઉ ધમકી આપેલ હતી. ત્યારે ગઇકાલે બપોરે મણરજનાર રમેશભાઇ આ રાવલ સમાજના સ્મશાનમા ગયેલા અને સાંજના સમયે તેજ સ્મશનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મરણજનાર રમેશભાઇને આરોપી શ્યામજી પુંજાભાઇ રાઠોડે કોઇ ધારદાર હથીયાર વડે મોઢાના ભાગે તથા ગળાના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખતા આ બનાવ અંગે સીટી પોલીસે 302, 504, 506(2), 135 મુજબનો ગુન્હો નોંધી આગળની શોધખોળ આદરી છે. હત્યા કરી નાશી ગયેલા શ્યામજી પુંજાભાઇ રાઠોડને પોલીસે પગેરૂ દબાવી આગામી ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લેવામાં આવશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.