ક્રિકેટ કે એક બોલ કી કિંમત તૂમ ક્યા જાનો, દર્શક બાબુ!April 10, 2019

નવી દિલ્હી તા.10
ટી-20 ક્રિકેટ અને વન ડે ક્રિકેટની વાત કરીએ તો તેમાં વ્હાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં રેડ બોલનો ઉપયોગ થાય છે. આ બોલની કિંમતો થોડી અલગ છે.વ્હાઇટ બોલની કિંમત 50 હજારથી 60 હજાર રૂપિયાની આસપાસ હોય છે જ્યારે દરેક મેચમાં 2 બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તમને એવો સવાલ ચોક્કસ થતો હશે કે આ બોલમાં આવું તો શું છે જેના કારણે આ બોલની કિંમત આટલી વધારે છે. તો તમને જણાવી દઇએ કે તેમાં એક સેન્સર હોય છે જે બોલની સ્પીડ માપે છે.
ટેસ્ટ મેચમાં કૂકાબુરા કે એસજી કંપનીના બોલ હોય છે. આ બોલથી 80 ઓવર જ ફેંકી શકાય છે. ડે ટેસ્ટમાં લાલ બોલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ડે નાઇટ ટેસ્ટમાં ગુલાબી કલરનો બોલ પ્રયોગમાં લેવામાં આવે છે.
વન-ડે અને ટી-20માં પણ કૂકાબુરા અને એસજી કંપનીના બોલ હોય છે. આ બોલ વોટરપ્રુફ હોય છે. આ તમામ બોલ લેધરના બનેલા હોય છે. આઇસીસી પોતાની મોટાભાગની મેચ કૂકાબુરાના બોલથી કરાવે છે. કૂકાબુરા એક ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ કંપની છે. કૂકાબુરા કંપનીના બોલ ભારતમાં મેરઠ અને જલંધરમાં મળે છે.