BCCIના લોકપાલ સમક્ષ હાર્દિકની ‘સુનાવણી’ શરૂApril 10, 2019

  • BCCIના લોકપાલ સમક્ષ  હાર્દિકની ‘સુનાવણી’ શરૂ

નવી દિલ્હી તા,10
ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદન બાદ સમસ્યાઓમાં ઘેરાયેલા હાર્દિક પંડ્યા મંગળવાર (9 એપ્રિલ)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલ ડીકે જૈનની સામે હાજર થયો હતો. આ વિવાદમાં પંડ્યાની સાથે ફસાયેલા લોકેશ રાહુલ બુધવારે જૈન સામે હાજર થશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે આઈપીએલની 12મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં છે. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકપાલ આ મુદ્દા પર પ્રશાસકોની સમિતિને વિશ્વ કપ ટીમ પસંદગી માટે થયેલી પસંદગીકારોની બેઠક પહેલા પોતાનો રેપોર્ડ આપી દેશે.
આ અધિકારીએ કહ્યું, આ મામલામાં એવી કોઈ સમય સીમા નથી. પરંતુ અમને આશા છે કે લોકપાલ મુંબઈમાં યોજાનારી પસંદગી સમિતિની બેઠક પહેલા પોતાનો રિપોર્ટ સીઈઓની સામે દાખલ કરી દેશે.