ઇંગ્લેન્ડની સ્ટાર ક્રિકેટર પાછળ કોહલી ‘લટ્ટુ’ હતો!April 10, 2019

  • ઇંગ્લેન્ડની સ્ટાર ક્રિકેટર  પાછળ કોહલી ‘લટ્ટુ’ હતો!

નવી દિલ્હી તા.10
મોડર્ન ડે ક્રિકેટમાં અત્યારે એક ક્રિકેટ ખેલાડી દરેક જગ્યાએ છવાયેલો છે તે છે વિરાટ કોહલી. પોતાની રમત અને સ્ટાઇલનાં કારણે વિરાટ આજ સૌના દિલો પર રાજ કરે છે અને તેની ફેન ફોલોઇંગ પણ ઘણી છે. વિરાટનાં દુનિયાભરમાં કરોડો ફેન છે. આમાં મહિલાઓની મધ્યે વિરાટની લોકપ્રિયતા ઘણી વધારે છે. ફેન્સ તેની એક ઝલક જોવા માટે તલપાપડ હોય છે.
હવે ભલે વિરાટ કોહલી પરિણીત હોય અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા હોય, પરંતુ એક સમય હતો જ્યારે તે બીજા કોઇનો ફેન હતો. આ વાતનો ખુલાસો ઇંગ્લેન્ડની એક મહિલા ક્રિકેટરે કર્યો છે. ટ્વિટર પર ટ્વિટ કરતા ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેટ ક્રોસે જણાવ્યું કે, નઆજથી ઠીક 5 વર્ષ પહેલા વિરાટ તેની સાથી ખેલાડીને મળવા ઇચ્છતો હતો.
કેટ ક્રોસે 5 વર્ષ જુની એક તસવીર પોસ્ટ કરી છે અને પોતાની દોસ્ત અમે ઇંગ્લેન્ડની ખેલાડી સારા ટેલરને ટેગ કરતા લખ્યું કે, 5 વર્ષ પહેલા જ્યારે વિરાટ કોહલી તને મળવા ઇચ્છતો હતો, સારા. ઇંગ્લેન્ડની વિકેટકીપર બેટ્સમેન સારા ટેલરે આનો જવાબ આપતા લખ્યું કે, આજ સુધી મને આટલો અજીબ વેકઅપ કોલ નથી આવ્યો, જ્યારે મને સવારે 5 વાગ્યે બ્રેકફાસ્ટ માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ બંનેએ રૂમમાં સાથે નાસ્તો કર્યો હતો. જણાવી દઇએ કે સારા ટેલર ઇંગ્લેન્ડની સ્ટાર ખેલાડી છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર પોતાના ખાસ લૂકને લઇને ચર્ચામાં રહે છે. ઇંગ્લેન્ડ માટે 121 વન ડે રમી ચુકેલી સારાએ 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ જ ટીમની ડેનિયલ વાયટ વિરાટ કોહલીની મોટી ફેન છે અને તે વિરાટ કોહલીને લગ્ન માટે પણ પ્રપોઝ કરી ચુકી છે.