ઋષિ કપૂર હવે કેવા દેખાય છે?April 09, 2019

બોલિવુડ એક્ટર ઋષિ કપૂર અમેરિકામાં કોઈ ગંભીર બીમારીનો ઈલાજ કરાવીરહ્યા છે. તેમણે આ બીમારી વિષે કોઈને નથી જણાવ્યું પણ તેમની હેલ્થ અપડેટ તસવીરો મારફતે મળતી રહે છે. નીતૂ કપૂર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઋષિ કપૂરના ફોટોઝ શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે રણબીર કપૂર અને ઋષિ કપૂર સાથે નવી તસવીર શેર કરી છે જેમાં ઋષિ કપૂરનો બદલાયેલો લૂક જોવા મળે છે. નીતુ કપૂરે શેર કરેલા ફોટામાં રણબીર અને ઋષિ સ્માઈલ કરી રહ્યા છે પરંતુ ઋષિના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ આવી રહી છે. તેમની હેલ્થ અંગે મળેલી અપડેટ મુજબ તે જલ્દી જ ભારત પાછા ફરે તેવી શક્યતા છે.