‘કલંક’નો કીર્તિવંતો સેટ જુઓApril 09, 2019

મુંબઇ: વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર અને ટીઝરમાં તેના સેટ જોઇને દર્શકો ખુબ જ ખુશ છે. તાજેતરમાં જ ફિલ્મ સાથે જોડાયેલો એક બીયીએસ વિડીયો સામે આવ્યો છે જેમાં ફિલ્મ મેકિંગની સાથોસાથે સેટ મેકિંગ પણ દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમેકિંગ જ નહીં પણ સેટ મેકિંગ જોઇને પણ આંખ ચાર થઇ જશે. આ સેટ પર એક સાથે 1000 લોકો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. આ ફિલ્મ માટે એક આખી ટાઉન કહી શકાય એવો મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 150 જેટલા લાઇટમેન કામ કરી રહ્યા હતા. સાથે 300 લોકોને પછીથી હાયર કરવામાં આવ્યા હતા. આ સિવાય 500 જેટલા ડાન્સરોએ રિલ પર એક રિયલ લુકસ આપ્યા છે. આ ફિલ્મ તા. 17 એપ્રિલના રોજ રીલીઝ થઇ રહી છે. આ એક ફેમિલીડ્રામા ફિલ્મ છે. જે 1940ની એક સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં વરુણ અને આલિયા ભટ્ટ સિવાય સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્યા રોય કપુર અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. આ વિડીયોમાં દર્શાવાયું છે કે, કેવી રીતે એક હીરામંડી સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જાણે કોઇ આખી ટાઉનશીપ તૈયાર કરી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આશરે 700 કલાકારોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ સમગ્ર સેટ તૈયાર કર્યો છે. સૌ પ્રથમ આ સેટનો એક શીટ લેઆઉટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના પરથી મુખ્ય સેેટ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર સેટ ત્ થયા બાદ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યુ હતું. આ વિડીયો વરુણ પોતાની એન્ટ્રીથી લઇને ફિલ્મમાં પોતાના ઘર સુધીના લોકેશનની સ્પષ્ટતા કરે છે. સેટ પરથી એવું થતું નથી કે આ ખરેખર તૈયાર કરેલી કોઇ પ્રોપર્ટી હોય. જોણે કોઇ વિશાળ મહેલ હોય એવું લાગી રહ્યું છે. આ સેટ ખૂબ વિશાળ છે. જેમાં એક સાઇટ પરથી બીજ સાઇટના સર્વે માટે એક પ્લોટ તથા પેઇન્ટિંગનો સહારો લેવામાં આવ્યો હતો. આ સાથે વિડીયોમાં જુદા જુદા કલાકારો તથા ગીતકારોની પ્રતિક્રિયા પણ રેકોર્ડ કરી છે.