15મીએ જાહેર થનારી વર્લ્ડ કપ ટીમમાં કોણ હશે?April 09, 2019

નવી દિલ્હી તા. 9
ઇંગ્લેન્ડની યજમાનીમાં થનાર આગામી આઇસીસી વન ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15મી એપ્રિલના રોજ થશે. બીસીસીઆઈની સિનિયર સિલેકશન કમિટી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આવતા સોમવારના રોજ મુંબઇમાં બેઠક કરશે. મળતી માહિતી પ્રમાણે વિરાટની સાથે આ કમિટીની બેઠક બાદ જ ટીમની જાહેરાત કરાશે. વર્લ્ડ કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે 30મીમેના રોજ રમાશે અને ટુર્નામેન્ટની ફાઇનલ 14મી જુલાઇના રોજ હશે. બે વખત ચેમ્પિયન ભારતની સંભવિત ટીમ જો કે નક્કી મનાઇ રહી છે પરંતુ નંબર-4 માટે કયા ખેલાડીને તક અપાશે. આ બેઠકમાં ચર્ચાનો મોટો મુદ્દો થઇ શકે છે. ભારતીય ટીમ આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે 5 જૂનના રોજ રમશે.
આઇપીએલના ધૂમધડાકાની વચ્ચે ક્રિકેટના સૌથી મોટા ટુર્નામેન્ટ વલ્ર્ડકપને કોણ ભૂલી શકે છે. તેના માટે 15 સભ્યોની ટીમ જાહેર થશે તે પહેલાં ચર્ચા છે કે આઇપીએલના આ ખેલાડીઓને વર્લ્ડકપમાં જગ્યા મળી શકે છે.