પંજાબ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાજયApril 09, 2019

  • પંજાબ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાજય


મોહાલી તા,9
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલ (71) અને મયંક અગ્રવાલ (55)ની અડધી સદીની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 22માં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપ્યો છે. અહીંના વાય.એસ બ્રિંદ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ડેવિડ વોર્નર (70)ની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબે 19.5 ઓવરમાં 151 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો છે. કિંગ્સ ઈલેવન પંજાબનો આ સિઝનમાં ચોથો વિજય છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સતત બીજો મેચ ગુમાવ્યો છે. રાહુલે 53 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા.
હૈદરાબાદ તરફથી સૌથી વધુ 70 રન ડેવિડ વોર્નરે બનાવ્યા હતા. વોર્નરે મનીષ પાંડેની સાથે મળીને 55 રનની ભાગીદારી કરી અને ટમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી. પરંતુ મનીષ પાંડે 20મી ઓવરના પ્રથમ બોલ પર શમીનો શિકાર બન્યો હતો. પાંડેએ 15 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્યારબાદ 20મી ઓવરમાં દીપક હુડ્ડાએ 3 બોલમાં 14 રન ફટકાર્યા હતા.