પાકિસ્તાન ભૂખ ભેગું!April 09, 2019


ઈમરાનની પાર્ટીના નેતાએ
કહ્યું : બે નહીં એક રોટી ખાઓ
ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં મોંઘવારીના સતત પડતા મારથી પ્રજા ત્રસ્ત છે. મોંઘવારીના મારથી બચવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિધાનસભા સ્પીકર મુસ્તાક ગાની એ અજીબોગરીબ સલાહ દીધી છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે. મસ્તાકે કહ્યું કે મોંઘવારીના દોરમાં લોકોએ રોટીઓની સંખ્યા ઓછી કરી દેવી જોઇએ. નમીટ ધ પ્રેસથ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે બે રોટલીની જગ્યાએ એક રોટલી જ ખાઓ. મુસ્તાકે પાકિસ્તાનની ઉપર ભારે-ભરખમ દેવું અને હાલના સંકટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે લોકોએ બે રોટલીની જગ્યાએ એક રોટલી ખાવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે એવો સમય આવશે જ્યારે તમારે એક કે બે રોટલી નહીં પરંતુ અઢી રોટલી ખાવાની તક મળશે.તેમણે નવી ફોમ્ર્યુલા અંગે કહ્યું કે જો એક વ્યક્તિ એક દિવસમાં બે રોટલી ખાય છે અને જો તેને ઘટાડીને એક રોટલી જ ખાય છે તો તે બીજા જ દિવસે બે થી ત્રણ રોટલી ખાવામાં સમર્થ થઇ શકે છે.
વાયુવેગે તેમનું આ નિવેદન ફેલાઇ ગયું અને તેમને નિશાના પર લઇ લીધા. એટલે સુધી કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા બિલાવલ ભુટ્ટો કહે છે કે નવા પાકિસ્તાન અંગે તો ખબર નથી પરંતુ આ મોંઘું પાકિસ્તાન ચોક્કસ છે.