‘સેલ્ફી’ના ગુનાની સજા-એ-મૌત!April 08, 2019

થાઇલેન્ડ તા.8
થાઈલેન્ડના ફૂકેટ આઈલેન્ડ પર ચર્ચિત બીચ પર સેલ્ફી લેતા પહેલા એક ટુરિસ્ટને મોતની સજા થઈ ગઈ. થાઈલેન્ડના સુરક્ષા અધિકારીઓએ ચેતવણી દેતા કહ્યું કે, નજીકમાં ફ્લાઈટ ઉડતી હોવાથી લોકોને સેલ્ફી લેવાની મના કરવામાં આવી છે. તેમને લાગે છે કે સેલ્ફી લેવાથી પ્લેનના પાયલટનું ધ્યાન ભટકી શકે છે. અને ગંભીર મુસીબત આવી શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે, નિયમ તોડનાર ટુરિસ્ટને વધારેમાં વધારે મોતની સજા આપવામાં આવે છે. જેના માટે બીચ પર એક ઘેરો બનાવવામાં આવશે. જ્યાં ટૂરિસ્ટને સેલ્ફી લેવાની ના પાડવામાં આવશે. ફૂકેટ આઈલેન્ડ પર સ્થિત એરપોર્ટ ઘણું જ વ્યસ્ત રહે છે અને અહીં લોકો પાસે ઉડતા પ્લેન સાથે અવારનવાર સેલ્ફી ક્લિક કરે છે. જેના પરિણામે આ સ્ટ્રીટ પોપ્યુલર બની ગઈ છે.સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ ફોટોમાં જેટ ટૂરિસ્ટ બિલ્કુલ પાસેથી પસાર થતા નજર આવે છે. જો કે આ ફોટોના કારણે એરપોર્ટના અધિકારી પરેશાન થઈ ગયા છે. અત્યાર સુધી વોર્નિંગ દીધા બાદ પણ ટૂરિસ્ટ સેલ્ફી લેવા માટે અહીં પહોંચી રહ્યા છે. અધિકારીઓએ એ નથી બતાવ્યું કે, કેવી રીતે તસવીર ખેંચવા પર ફ્લાઈટની સુરક્ષા ખતરામાં પડી શકે છે. પણ એવું મનાઇ રહ્યું છે કે, જેવી રીતે ડ્રોન કે લેજર પેનથી પાયલટ ડિસ્ટ્રેક્ટ થાય છે તેવી જ રીતે સેલ્ફીથી અસર પડી શકે છે.   અધિકારીઓએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, નિયમ તોડવા પર લોકો પર મુકદમો ચલાવવામાં આવશે જેમાં વધુમાં વધુ મોતની સજા થઈ શકે છે.