‘દયાબેન’ના પાત્ર માટે 3-3 ‘દયા’ લાઇનમાં!April 08, 2019

મુંબઇ તા.8
ટીવી સિરિયલનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ માં દિશા વાકાણી બદલાઇ જશે તે અંગેની અટકળો ઘણાં લાંબાસમયથી ચાલી રહી છે. આ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે આ શોના નિર્માતાઓએ નવા દયાબેનની શોધખોળ શરૂ કરી દીધી છે. આ શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી ઘણાં લાંબાસમયથી ગાયબ છે. અને તે કયારે પરત ફરશે તે અંગેની પણ કોઇ જાણકારી મળી રહી નથી.
શિલ્પા શિંદે ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચુકી છે તેણે ‘ભાભીજી ઘર પર હૈ’ નામના શોમાં અંગૂરી ભાભીનું જે પાત્ર ભજવ્યું હતું કે હિટ રહ્યું હતું તે સરળતાથી દયાબેનનું પાત્ર ભજવી શકે છે. ‘ધ કપિલ શર્મા શો’ માં ભૂરીનું પાત્ર ભજવનાર એકટ્રેસ સુમોના ચક્રવર્તી પણ દયાબેનનું પાત્ર ભજવી શકે છે. સુગંધા મિશ્રા ટીવી પર ‘કપિલ શર્મા શો’માં ટીચરનું હિટ પાત્ર ભજવી ચુકી છે અને તે સરળતાથી દયાબેનનું પાત્ર ભજવી શકે છે.