કરીના કપૂર બનશે ‘જજ’April 08, 2019


મુંબઇ તા.8
અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન. આમિર ખાન, રિતિક રોશન જેવા સિતારાઓ ટેલિવિઝન પર રિયાલિટી શોમાં જોવા મળ્યા છે. હવે અભિનેત્રી કરીના કપૂર ખાન ટીવી જગતમાં એન્ટ્રી કરવાની છે. કરીના કપૂર ખાન ડાન્સ રિયાલિટી શોને જજ કરવાની છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સની આગામી સિઝન માટે અભિનેત્રીનો અપ્રોચ કરાયો છે. હાલ શો મેકરો અભિનેત્રી સાથે વાતચીત કરી રહ્યા છે. અભિનેત્રી જો આ શોને જજ કરવાની હા પાડશે તો તે રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે. જો કે હાલ અભિનેત્રી દબંગ થ્રીના આઇટમ નંબરની તૈયારી અને આગામી ફિલ્મ ગુડ ન્યૂઝની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં ફરી એકવાર કરીના અક્ષયકુમાર સાથે સ્ક્રીન શેર કરી રહી છે.