ફિલ્મી સિંઘમે કૃણાલ પંડ્યાને કહ્યું: વેલકમ!April 08, 2019

મુંબઇ તા.8
ઇન્ડિયન ટી-20 લીગમાં મુંબઇના સ્ટાર ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બોલિવુડમાં કામ કરવાની ઑફર મળી છે. કૃણાલને આ ઑફર કોઇ બીજાએ નહી પરંતુ બોલિવુડના સિંઘમ અજય દેવગને આપી છે. વાસ્વતમાં કૃણાલ પંડ્યાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અજય દેવગનને બર્થ ડે વિશ કરતા એક ફોટો પોસ્ટ કર્યો હતો.
કૃણાલ પંડ્યાએ અજયને વિશ કરતા લખ્યુ કે, સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ ને જન્મદિવસની શુભકામના. આમ તો અજય દેવગન સોશ્યલ મીડિયા પર કંઇ ખાસ અપડેટ કરતો નથી પરંતુ તેણે કૃણાલની ટ્વિટનો જવાબ આપ્યો હતો.
અજય દેવગને મજેદાર અંદાજમાં લખ્યું, થેન્ક્યૂ કૃણાલ. ડબલ રોલમાં એક ફિલ્મ સાથે કરીએ અજયના ટ્વિટ પર કૃણાલે જવાબ આપતા ફિલ્મને ઑફર તો પસંદ આવી પરંતુ એક શરત મૂકી.
કૃણાલ પંડ્યાએ કહ્યુ કે, અજય દેવગન મુંબઇ ઇન્ડિયન્સને ચીયર કરવા આવશે તો તે ફિલ્મ કરી શકે છે. કૃણાલે લખ્યુ કે, નક્કી! પહેલા તમે મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા માટે વાનખેડે આવો પછી આપણે ફિલ્મ કરીશું.