વધુ એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં ‘મોદી-દા-જવાબ નહીં’નું તારણApril 06, 2019

નવી દિલ્હી તા.6
ફર્સ્ટ પોસ્ટ દ્વારા બીજા તબક્કાના પનેશનલ ટ્રસ્ટ સર્વે અંતર્ગત 30 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના 329 જિલ્લાઓ અને 334 લોકસભા બેઠકોને આવરી લઈને જે 62 સોશિયો-કલચરલ (સામાજિક અને સાંસ્કૃતિક) વિસ્તારોમાં કુલ 31,621 ઉત્તરદાતાઓ પાસેથી સર્વેક્ષણ અંતર્ગત માહિતી પ્રાપ્ત થઇ તે અનુસાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ફરી એકવખત લોકપ્રિય બનીને ઉભરી રહી છે.
એટલું જ નહિ 287 શહેરી, 582 ગામડાંઓ અને 64% શહેરી તથા 36% ગ્રામીણ વિસ્તરોમાં જે આ સર્વેક્ષણ થયું છે તેના પરિણામો સ્પષ્ટ કરે છે કે, આગામી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી ! ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સમર્થન આપતા પાંચ મુખ્ય કારણો પૈકીનું પહેલું એ છે કે મોદીનો કોઈ વિકલ્પ નથી, તેમણે ગરીબો માટે કામ કર્યું છે, પાર્ટીની વિચારસરણી લોકોને અનુકૂળ છે, મોદી વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર છે અને આ સરકારમાં ઘણા આર્થિક સુધારાઓ આવ્યા છે.
હવે પછી પ્રધાનમંત્રી કોણ ? એ સવાલના જવાબમાં નરેન્દ્ર મોદીના વિકલ્પની ટકાવારી જાન્યુઆરી, 2019માં જે 52.8% હતી તે વધીને એપ્રિલ, 2019માં 63.4% સુધી વધી ગઈ છે. આ જ ક્રમે રાહુલ ગાંધીના વિકલ્પની ટકાવારી 16.1 થી વધીને 26.9%ની થઇ છે. આ પછીના ક્રમે મમતા બેનરજી, માયાવતી અને પ્રિયંકા ગાંધી છે.
કયો પક્ષ ભારતના મુદ્દાઓને મજબૂત રીતે રાખી શકશે ? તેના જવાબમાં લોકોએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ભાજપને 66% જયારે કોંગ્રેસને માત્ર 12% આપ્યા છે. રોજગારીના પ્રશ્નોના ઉકેલ લાવવાના મામલે ભાજપ ઉપર 62% જયારે કોંગ્રેસને 12%, ભ્રષ્ટાચાર ઘટાડાના મુદ્દે પ્રજાએ 67% ભાજપ સાથે છે, જયારે માત્ર 10% કોંગ્રેસને મત આપે છે. સાંપ્રદાયિક સોહાર્દ બનાવી રાખવાના મામલે લોકો ભાજપને 60%ની તરફેણ કરે છે, જયારે કોંગ્રેસ ઉપર માત્ર 12% જેટલોમ આ સાથે ભાવવધારો કાબુમાં રાખવાના મામલે લોકો 57% ભાજપને જયારે 14% કોંગ્રેસને ફેવર કરે છે.
અરૂણાચલ પ્રદેશ, આસામ,બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાતહરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, ઑડિશા, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ- આ રાજ્યોના લોકોને ભાજપ ઉપર વિશ્વાસ છે. જયારે પંજાબ, મેઘાલય, મિઝોરમના લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરી રહ્યા છે. આ સાથે પ્રાદેશિક પક્ષો ઉપર પશ્ચિમ બંગાળ (ટીએમસી), આંધ્ર પ્રદેશ (ટીડીપી), કેરળ (એલઈએફટી), ઑડિશા (બીજેડી), તમિલનાડુ (ડીએમકે), તેલંગાણા (ટીઆરએસ), સિક્કીમ (એસડીએફ) રાજ્યોને વિશ્વાસ છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, તામિલનાડુ રાજ્યોના ઉત્તરદાતાઓના મતે રાષ્ટ્રીય સુરક્ષા જાળવનાર, રોજગારી આપનાર, ભ્રસ્ટાચાર નાબુદી કરનાર , સાંપ્રદયિક સોહાર્દ જાળવી રાખનાર અને ભાવ વધારામાં કાબુ મેળવનાર પક્ષ દેશને વધુ મજબૂત બનાવી શકશે. આ ઉત્તરદાતાઓને ભારતની સંરક્ષણ સંસ્થાઓમાં 73.2%, દેશના વડા પ્રધાન ઉપર 68.8%, સુપ્રીમ કોર્ટ ઉપર 68.4% અને સંસદ ઉપર 60.9% જેટલો વિશ્વાસ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઉપર 71.1 % લોકોને જયારે રાહુલ ગાંધી ઉપર 43.2%લોકોને વિશ્વાસ છે.
21.7% લોકો માને છે કે વડાપ્રધાનની કામગીરી ઉત્કૃષ્ટ રહી, 45.4%ના મતે સારી, 19.3%ના મતે સામાન્ય અને 9.6%ના મતે નબળી રહી. વડાપ્રધાન દ્વારા લાગુ ઉજ્જવલા યોજના 80% લોકોનામતાનુસાર સફળ રહી. બીજા ક્રમે સ્વચ્છ ભારત યોજના છે જયારે ત્રીજા ક્રમે જન ધન યોજના છે. શું છેલ્લા એક વર્ષમાં રાહુલે ભારતના પ્રશ્નોને સમજવામાં પરિપક્વતા દાખવી ? તેના જવાબમાં 41% લોકોએ હાથમાં જવાબ આપ્યો છે. વળી, પ્રિયંકા ગાંધીની સક્રિયતા કોંગ્રેસને ચૂંટણીમાં મદદ કરી શકશે તે મામલે 37% હકારમાં જણાવે છે.
કોંગ્રેસે રાફેલ મુદ્દે પીએમ મોદી પર કરેલા આક્ષેપો સાચા છે ? તે અંગે 30% લોકો પહાથ કહે છે, જયારે 39% લોકો ના કહે છે. 66% લોકોના મતે વડાપ્રધાન મોદી 2014 કરતા પણ વધુ લોકપ્રિય છે. 86% લોકો માને છે કે ભારતે જૈશના આતંકી કેમ્પ પર બોમ્બ ફેંક્યા હતા અને 63%લોકોનું માનવું છે કે પાકિસ્તાને ઉભી કરેલી તંગદિલીને મોદી સરકારે જવાબદારી પૂર્વક નિયંત્રિત કરી હતી.
હા, પુલવામા હુમલાનો વળતો જવાબ આપવા પાછળનો મોદી સરકારનો હેતુ માત્ર દેશહિતનો હતો, રાજકીય ફાયદા માટે હોવાનું 20% લોકો માને છે. જો પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થાય તો 50% લોકો માને છે કે તે ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવશે હા, પુલવામા હુમલાનો વળતો જવાબ આપવા પાછળનો મોદી સરકારનો હેતુ માત્ર દેશહિતનો હતો, રાજકીય ફાયદા માટે હોવાનું 20% લોકો માને છે. જો પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થાય તો 50% લોકો માને છે કે તે ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવશે.