શ્રીલંકાના ક્રિકેટર પર ફિક્સિગં સહિતના આરોપોથી ખળભળાટApril 06, 2019

કોલંબો તા,6
શ્રીલંકાનાં પૂર્વ ખેલાડી દિલહારા લોકોહેતિગ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પોતાના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આઈસીસી દ્વારા ગુરૂવારનાં રોજ જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે લોકોહેતિગે ઉપર 3 નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
આ પહેલા લોકોહેતિગ પર અમીરાત ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે 9 નવેમ્બરમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
આઈસીસીએ જે આરોપ લગાવ્યા છે તે આગળ લાગાવાયેલા આરોપો સાથે જ છે. લોકોહેતિગે પર આ આરોપ 2017માં ટી-20 લીગમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારનાં કારણે લાગ્યા હતા. તે સમયે આઈસીસીએ તેમને અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈસીબીએ લીગમાં આઈસીસીનાં વિશેષ દળને ભ્રષ્ટાચાર પર નજર રાખવા માટે નિયુક્ત કર્યું હતુ. લોકોહેતિગે પર ફિક્સિંગ, બીજાને ફિક્સિંગ માટે ઉકસાવવા અને ભ્રષ્ટાચાર વિરોધી સમિતિની
તપાસમાં સહકારના આપવાનો આરોપ લાગ્યો છે. લોકોહેતિગની પાસે આ આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય છે. તેના આ 14 દિવસ 3 એપ્રિલથી શરૂ થઇ રહ્યા છે.