ઉંમરના દરેક તબક્કે રહો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગApril 06, 2019

ઇપણ બિમારીના કારણમાં શારીરિક માનસિક તનાવ અસર કરે છે અને એટલે જ યોગ સાથે ધ્યાન કરવાનું પણ આજે ડોકટર દ્વારા સુચન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં સમર્પણ ધ્યાન, યોગ, વિપશ્યના, આર્ટ ઓફ લીવીંગ જેવી અનેક ધ્યાન પધ્ધતીઓ દ્વારા અનેક લોકોએ પોતાના જીવનમાં સ્વાસ્થ્ય લાભ મેળવેલ છે 2005ની સાલમાં રેડ ક્રોસ દ્વારા સમર્પણ ધ્યાન યોગની લાઇવ શિબિરમાં રીસર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે શિબિર પહેલાના પરિણામ અને શિબિર પછીના પરિણામમાં ખૂબ જ સકારાત્મક બદલાવ જોવામાં આવ્યો હતો. સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા પૂજયશ્રી શિવકૃપાનંદસ્વામી જણાવે છે કે શરીરમાં રહેલા સાત ચક્રમાં ઇમબેલેન્સીંગ થાય ત્યારે શરીરમાં બિમારી આવે છે. જે ચક્ર શુધ્ધ ન હોય કે તે દુષિત હોય ત્યારે તે ચક્રને સંબંધિત બિમારી થાય છે જેમ કે મુલાધાર ચક્રના દુષિત થવાથી કેન્સર, હરસ, મસા, જાતીય રોગો વગેરે થાય છે. સ્વાધિષ્ઠાન ચક્ર દુષિત થવાથી ડાયાબીટીઝ થવાની શકયતા છે. નાભિ ચક્રના દુષિત થવાથી એસીડીટીનો પ્રોબ્લેમ હૃદય ચક્ર દુષિત થવાથી હૃદયને સંબંધિત બિમારી ઉપરાંત વિશુધ્ધિ ચક્રનું બેલેન્સ ખોરવાતા ગળાને સંબંધિત રોગો થાય છે તેમજ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રના કારણે માનસિક રોગ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જયારે જયારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે શરીર અને મન બંને શાંત બને છે તેમજ શરીરમાં રહેલા સાતેય ચક્રો ક્રિયાન્વિત થાય છે, સાતેય ચક્રો શુદ્ધ બને છે જેથી જે તે ચક્રને સંબંધિત બિમારી દૂર થાય છે. ચક્રો શુદ્ધ થવાથી એક સશકત આભા મંડળ બને છે. શરીરમાં આવતી બિમારીને અટકાવે છે. ધ્યાન દ્વારા અનેક સકારાત્મક અને આશ્ર્ચર્યકારક પરિણામો લોકોને મળ્યા છે. નિયમિત ધ્યાન દ્વારા બિમારીમાં રાહતથી લઇને નાબુદી થાય છે તેમજ બિમારીને રોકવામાં પણ ધ્યાન સહાયભૂત થાય છે. કોઇપણ ઉંમરની વ્યક્તિ ધ્યાન કરીને પોતાને સ્વસ્થ રાખી શકે છે અને એટલે જ યોગ સાથે ધ્યાન કરવાનું સુચન પણ લાભદાયી છે.