ફિટનેસનો સાચો અર્થ સમજો...April 06, 2019

શરીરને ફીટ રાખવા માટે સૌ પ્રથમ ફીટનેસનો અર્થ સમજવો જરૂરી છે. જો તમે તમારા શરીરના વજન સાથે આરામથી હલનચલન કરી શકતા નથી તો તમે ‘અનફીટ’ છો. દેખાવમાં ફીટ રહેવું તે વાસ્તવમાં ફીટ નથી કહી શકાતું. આજે એ સમય આવી ગયો છે કે ગુજરાતી લોકો પણ ફીટ રહી સ્પોર્ટસમાં આગળ આવે ચાહે તે નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ હોય. વર્તમાન સમયમાં લોકો ઓબેસીટી (મેદસ્વિતા)ના પ્રોબ્લેમથી પીડાય છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ હ્યુમન બોડીમાં ત્રણ પ્રકાર હોય છે. 1. એન્ડોમોફ, 2. મેગ્નેમોફ, 3. એક્ટોમોફ. એક જ માતા-પિતાના ચાર સંતાનો હોય તો પણ દરેકના વેઇટને લઇને જુદા જુદા પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. વજન વધવાના ત્રણ કારણો છે. 1. વારસાગત, 2. બિમારી, 3. જીવનશૈલી. પ્રથમ બે કારણોમાં અભ્યાસ કરીને તેને દૂર કરવાના ઉપાયો અજમાવી શકાય પરંતુ જીવનશૈલીના કારણે ઓબેસીટી હોય તો શારીરિક શ્રમ, યોગ્ય આહાર અને યોગ્ય નિંદ્રા લેવાથી તેનો ઉપાય મેળવી શકાય છે. ફક્ત હેવી એકસરસાઇઝ અને ક્રેશ ડાયેટ વડે વજન ઓછું કરવાનો વિચાર યોગ્ય નથી. હાલ લોકો બેરિયાટીક સર્જરી કરાવે છે તે પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. વેઇટ ડિડકશન પણ ત્રણ પ્રકારે થાય છે. 1. વોટર રીડકશન, 2.મસલ્સ રીડકશન અને 3. ફેટ રીડકશન. જો વોટર રીડકશન અને મસલ્સ રીટેકશન થાય તો તે અનહેલ્ધી રીડકશન થાય છે. આથી ફેટમાં રીડકશન થાય તે હેલ્ધી રીડકશન છે. કોઇની દેખાદેખી કે વિચાર્યા વગર અને ટ્રેઇનરના માર્ગદર્શન વગર આડેધડ એકસરસાઇઝ હેલ્ધી યોગ્ય નથી.
- હાશીમ રાઠોડ (ખ.ઇ.અ. (ઇંજ્ઞતાશફિંહશિું) અ.ઈજખ ઈયિશિંરશયમ)