કેએલ રાહુલને સ્ત્રી બાબતે પ્રીતિ ઝિન્ટાની ક્લિનચિટApril 06, 2019

નવી દિલ્હી તા.6
જાણીતી અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિન્ટાએ ગઈ કાલે તેની ટીમના ખેલાડી કે. એલ. રાહુલ વિશે એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે રાહુલ બહુ સારો છે અને મહિલાઓનું તે ખૂબ માન રાખે છે. ‘કોફી વિથ કરણ’ ટોક-શોનો તેના વિશેનો કિસ્સો કેમ થયો એ જ મને નથી સમજાતું. તેના સ્વભાવ અને વ્યવહાર પરથી કહું છું કે તે રાષ્ટ્રભરમાં ચર્ચાસ્પદ થયો અને ટીકાને પાત્ર બન્યો એ જોઈને મને બહુ દુ:ખ થયું હતું. જોકે, આવી બધી ઘટનાઓ જીવનમાં કંઈક શીખવી જતી હોય છે.
રાહુલે અને ખાસ કરીને હાર્દિક પંડ્યાએ થોડા મહિના પૂર્વે કરણ જોહરના ટોક-શોમાં પોતાના યુવાન વયના અનુભવોને તેમ જ વિશેષ કરીને સ્ત્રીઓ સંબંધમાં જે અભદ્ર વિચારો વ્યક્ત કર્યા એને પગલે તેમના રમવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકાયો હતો. હજી તેમની સામે ક્રિકેટ બોર્ડના ઑમ્બ્યુડ્સમેન ડી. કે. જૈનની તપાસ ચાલુ છે અને તેમને
થોડા દિવસમાં જુબાની માટે બોલાવવામાં આવશે.