ધોની ભાજપ વતીથી લોકસભા લડશે?April 06, 2019

  • ધોની ભાજપ વતીથી  લોકસભા લડશે?

રાંચી તા.6
હજી થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે રાજકારણમાં એન્ટ્રી મારી હતી. ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. એક અહેવાલ પ્રમાણે ગંભીર ભાજપ વતી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે. હવે ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટર રાજકારણમાં જોડાવવાને લઈને વાત વહેતી થઈ છે.
આ ખેલાડી કોઈ બીજો નહીં પણ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની રાજકારણમાં જોડાઈ અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ સામે આવી છે, કે ધોની વહેલીતકે ચૂંટણી લડશે. એવી પણ વાત ચાલી રહી છે કે, ધોની ભાજપમાં જોડાશે અને ભાજપની ટિકચ પર ચૂંટણી લડશે.
દેશમાં ચૂંટણીનો માહોલ છે, અનેક ફિલ્મી સ્ટાર અને ખેલાડીઓએ રાજકીય દળોનો હાથ પકડ્યો છે, જેના પગલે ધોની રાજકારણમાં ધોનીની એન્ટ્રીની અટકળો જોવા મળી હતી. એક ફેસબુક પોસ્ટમાં અમિત શાહ અને ધોનીની તસવીર મૂકવામાં આવી છે, અને નીચે કેપ્શન લખવામાં આવી છે, મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ જલ્દી ચૂંટણી લડી શકે છે. શું તમે ભાઈનું સ્વાગત નહીં કરો?
આ તસવીર જૂની છે અને ગત મહિનાની ઑગસ્ટની છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સંપર્ક સે સમર્થન અભિયાન હેઠળ એમ.એસ. ધોનીને મળવા માટે તેમન ઘરે ગયા હતા.જ્યારથી આ પોસ્ટ શેર કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી 950 વખત શેર કરવામાં આવી છે. આ પોસ્ટ પર દોઢ લાખ લાઇક છે. અગાઉ પણ એવી અટકળો હતી કે ધોની લોકસભા ચૂંટણી લડશે પરંતુ આવી તમામ અટકળો ખોટી સાબિત થઈ છે. આ તમાત્ર એક અફવા છે.આ મામલે ધોનીના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેએ ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ દાવામાં કોઈ સત્ય નથી. ધોની હાલમાં આઈપીએલ રમી રહ્યો છે, ત્યારબાદ વર્લ્ડકપમાં ભાગ લેશે.આ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના સીઆઈઓ કાશી વિશ્વનાથે પણ જણાવ્યું હતું કે આ દાવામાં કોઈ તથ્ય નથી.