ચેન્નાઇનો સુપર કિંગ ડ્વેઇન બ્રાવો ઘવાયોApril 06, 2019

  • ચેન્નાઇનો સુપર કિંગ ડ્વેઇન બ્રાવો ઘવાયો

ચેન્નાઈ તા,6
ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોને બુધવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ઈજા થતાં તે બે અઠવાડિયા નહીં રમી શકે. પરિણામે, ચેન્નઈની ટીમને મોટો ફટકો પડ્યો છે. બ્રાવો ટીમના મુખ્ય પ્લેયરોમાંનો એક છે. તેના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. મુંબઈ સામેની એ મેચમાં ચેન્નઈનો પરાજય થયો હતો. આજે અહીં પંજાબ સામે રમાનારી મેચથી જ બ્રાવો નહીં રમે.