હૈદરાબાદે દિલ્હીને હરાવ્યુંApril 05, 2019

નવી દિલ્હી તા.5
આઈપીએલ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની સતત ત્રીજી મેચ જીતી છે. 130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. તેમના માટે વિકેટ કીપર ઓપનર જોની બેરસ્ટો શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે સિવાય અન્ય ખેલાડીઓ નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા પણ સ્કોરબોર્ડનું દબાણ ન હોવાથી હૈદરાબાદે સરળતાથી મેચ જીતી હતી. દિલ્હી માટે રાહુલ તેવટિયા, અક્ષર પટેલ, સંદીપ લામીછાને, કગીસો રબાડા અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા અને હૈદરાબાદને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી ઇનિંગ્સ દરમિયાન નિયમિત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે શ્રેયસ ઐયરે સૌથી વધારે 43 રન કર્યા હતા. અને અક્ષર પટેલે 13 બોલમાં 23 રન કરી નોટઆઉટ રહ્યો હતો.
અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નોહતો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નાબી અને સિદ્ધાર્થ કોલે 2-2 લીધી હતી. જયારે રાશિદ ખાન અને સંદીપ શર્માએ 1-1 વિકેટ મળી હતી.