શેરબજારમાં તેજી પર બ્રેક, સેન્સેક્સ 183 પોઈન્ટ ગગડીને 38693ના સ્તરેApril 04, 2019


રાજકોટ, તા.4
આજે શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઇ હતી. જેમાં સેન્સેક્સ 22.54 અંક એટલે કે 0.060 ટકા વધીને 38,900.53 પર અને નિફ્ટી 5.45 અંક એટલે કે 0.047 ટકા વધીને 11,649.40 પર શેરબજાર ટ્રેડ થઇ રહ્યું હતું.
ગઇકાલે શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. દિવસના અંતે શેરબજાર પછડાયું હતુ. જેમાં સેન્સેક્સ 179.53 અંક એટલે કે 0.46 ટકા ઘટીને 38,877.12 પર અને નિફ્ટી 69.25 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 11,643.95 પર શેરબજાર બંધ થયું હતુ.
જ્યારે શેરબજારમાં આજે સવારે ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે પણ શેરબજારમાં સવારે સેન્સેક્સ 159.11 અંક એટલે કે 0.41 ટકા વધીને 39,215.76 પર અને નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,748.40 પર રહ્યો હતો. 2019ના નાણાંકીય વર્ષની શરૂઆતથી શેરબજાર વધારા સાથે જોવા મળ્યો છે. પણ આજે દિવસની શરૂઆત શેરબજારમાં તેજીની સાથે થઇ હતી.
બપોરે 3.25 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 183 પોઈન્ટ એટલેકે 0.47 ટકા ડાઉનમાં 38,693 સ્તર પર કારોબાર કરી રહ્યુ હતુ. તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 38 પોઈન્ટ એટલેકે 0.33 ટકા નીચેમાં 11,605ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.
દરમિયાન આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) એ નાણાકીય વર્ષ 2019-20ની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા દરમિયાન 25 બેસિસ પોઇન્ટ (0.25%) દ્વારા પોલિસી રેટમાં ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થયો છે. વિશ્લેષકો માને છે કે ફુગાવોમાં ઘટાડો થવાથી, આરબીઆઈને અર્થતંત્રના વિકાસથી સંબંધિત ચિંતાને ધ્યાનમાં લેવાની તક મળી શકે છે. પુનરાવર્તિત આર્થિક ડેટા જેમ કે કાર વેચાણ, પીએમઆઈ અને આઇઆઇપી ડેટાથી ધીમી આર્થિક પ્રવૃત્તિઓના સંકેતો મળી ગયા છે.
નવા નાણાકીય વર્ષમાં આરબીઆઇ પોલિસી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ રહી ગઇ છે. ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આરબીઆઇની મોનેટરી પોલિટી કમિટી (ખઙઈ) ની ત્રણ દિવસીય બેઠક મુંબઇમાં યોજાઇ ગઇ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2થી 4 એપ્રિલ દરમિયાન મોનેટરી પોલિસી રિવ્યૂ કમિટીની બેઠકમાં મુખ્ય નીતિગત વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે આરબીઆઇએ રેપો રેટ ઘટાડાની જાહેરાત કરી છે.
આ સમાચાર બાદ બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.