ઉત્કૃષ્ટ પર્વ આરાધના: શ્રી નવપદ આયંબિલ ઓળીApril 04, 2019

વપદ એ જિનશાસનનો સાર છે. નવપદની સંવેદના એ બધી જ વેદના પર પૂર્ણવિરામ મૂકી દે છે. શ્રી નવપદમાં જગતના સર્વશ્રેષ્ઠ યોગો રહેલા છે. નવપદ શાશ્ર્વત છે તેની આરાધનાથી મન, વચન, કાયાની શુધ્ધિ થાય છે. દેવ, ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયી એ જ નવપદ છે, તે ઉત્કૃષ્ટ છે. સર્વપદની આરાધના કરવાથી તે ગુણો જીવમાં પ્રગટે છે અને વૃત્તિ-પ્રવૃત્તિમાં તેનું પ્રતિબિંબ પડે છે. જૈન ધર્મનું દરેક અનુષ્ઠાન જો વિધિપૂર્વક કરવામાં આવે તો તે નવપદમાં સમાશે. દા.ત. સામાયિક જો શાસ્ત્ર અનુસાર થશે તો સામાયિક ચારિત્ર પદમાં સમાશે.
શાશ્ર્વતી ઓળી : 15 કર્મભૂમિ બધા ક્ષેત્રમાં શાશ્ર્વતી ઓળીની આરાધનાના દિવસો સરખા અને સાથે જ હોય છે. દેવલોકમાં પણ સાથે જ શરૂ થાય છે. દેવો પછી અરિહંત પરમાત્માની વિશિષ્ટ પ્રકારની ભક્તિ, આનંદ-ઉલ્લાસ-ઉમંગથી નંદીશ્ર્વર દ્વીપ પર જઇ 9 દિવસ સુધી નવપદના રંગે રંગાય છે. ઉર્ધ્વલોક-મધ્યલોક-અધોલોકમાં આ જ દિવસોમાં નવપદની ઓળીનું પર્વ ભક્તિપૂર્વક ઉજવાય છે. નવપદની આરાધના 2 પ્રકારે કરવાની છે. પહેલા પાંચ પદમાં ગોઠવવાનું છે પછીના ચાર પદને આપણામાં ગોઠવવાના છે. જેનો જીવ શ્રી નવપદમાં છે તે શિવપદને પામે છે.
શાંત સુધારસ નામના મહાકાવ્યમાં ઉપાધ્યાય પૂજ્ય વિનય વિજયજી મહારાજની નવમી નિર્જરા ભાવનાનું ગુણગાન કરતા તપને નમસ્કાર કરતા કહે છે કે "અતિ મહાન પર્વતને તોડવા માટે જેમ વજ્ર સમર્થ હોય છે તેમ તપને સહારે નિકાચિત પ્રાય: કર્મ પણ વિનષ્ટ થઇ જાય છે !
કર્મોને જે તપાવે, નષ્ટ કરે તે તપ !
તપથી જિનાજ્ઞાનું પાલન થાય છે, વિકારોનું શમન થાય છે, વિઘ્નોની વિશ્રાંતિ થાય છે અને આત્મા ભવસંસારથી મુક્ત થાય છે ! આયંબિલ એક ઉત્કૃષ્ટ તપ છે. આયંબિલ સંસ્કૃત શબ્દનો અપભ્રંશ છે.
"આચમામલ
આયામ = સૂપ
આમલા = ખારુ
રસપરિત્યાગ, અનાસક્તિ યોગ :-
આસક્તિ વગરનો આહાર.
આયંબિલ તપ એક વિજ્ઞાન છે. તે શરીરની આંતરિક અવયવોની શુધ્ધિ કરે છે જેથી શરીરનું આરોગ્ય જળવાતા મનની શક્તિઓ વધે છે.
"આહાર તેવો વિચાર શુધ્ધ - સાત્વિક આહારથી ઇન્દ્રિયો પર કાબુ રહે છે. જેથી મન પણ કાબુમાં રહે છે. આયંબિલની આરાધના એ સ્પીરીચ્યુલ સફરની પગદંડી છે.
કથા
શ્રમણ ભગવાન મહાવીર કાકંદીમાંથી વિહાર કરતા રાજગૃહી પધાર્યા. શ્રેણિક મહારાજા સમગ્ર પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. તેઓ પ્રભુના 14 હજાર શિષ્યોમાંથી પ્રતિક્ષણ વર્ધમાન - શુભ પરિણામવાળા મુનિનું નામ જાણવા માંગે છે. પ્રભુએ કહ્યું ! "એ ધન્ય નામ છે, ધન્નો અણગાર! સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ઠ અને પ્રતિપળ વર્ધમાન પરિણામવાળો ધન્યકુમાર દીક્ષાના પ્રથમ દિવસથી જ પ્રભુ પાસે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરી, પારણામાં જે ધર્મથી વિમુખ થઇ ગયા હોય તેવાના હાથે દાન, વળી શ્રમણ, બ્રાહ્મણ, દરીદ્ર, યાચક પણ જે આહારની ઇચ્છા ન રાખે તેવા આહાર વડે આયંબિલ તપની ભીષ્મ અભિગ્રહ લે છે. સંયમ પહેલા જીવનમાં કયારેય ગૃહસ્થપણામાં એકાસણું કે આયંબિલ નહોતા કર્યા. શરીર સાવ મ્લાન, સૂકાઇ ગયું છતાં ઉત્કૃષ્ટ તપના તેજ દ્વારા શાંતિ, ઉપશમ અને પ્રસન્નતા જ જણાતી રહેતી. દીક્ષા પછી આઠ માસની આવી ઘોર સાધના બાદ વૈભારગિરિ પર્વત પર એક માસનું અનશન ગ્રહણ કરી, નવ માસના દીક્ષા પર્યાયના અંતે, સ્વર્ગવાસ પામી, તેમનો આત્મા અનુત્તર દેવલોકમાં ‘સર્વાથસિધ્ધ’ નામના દેવવિમાનમાં દેવસ્વરૂપે ઉત્પન્ન થયો. 53 સાગરોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં જન્મ લઇ ઉત્કૃષ્ટ સંયમ જીવન પાળી, સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપદને પામશે.
પ.પૂ.ચંદ્રશેખરવિજયજી મ.સા. નવપદનો મહિમા સમજાવતા કહે છે કે, "માનવભવ કે મુનિજીવન પામીને એક જ કામ કરવાનું છે. ખોવાયેલા સ્વરૂપને ખોળવા માટે આપણે ખોવાઇ જવાનું છે. પર પદાર્થોની પ્રીતિમાંથી તદ્દન બહાર નીકળી જવાનું તો જ ‘સ્વરૂપ’ જડશે, જોવાશે અને સદાને માટે મણાશે. જિનશાસન દ્વારા સ્વરૂપશાસનને પામવા માટેની માસ્ટર કી નવપદ દર્શન છે, નવપદનું ચિંતન-મનન છે, નવપદનું નિદિધ્યાસન છે. પહેલા નવપદ આપણામાં સક્રાન્ત થાય, પછી આપણે નવપદમાં જઇ બેસીએ નવપદના આવા અભેદ મિલનથી જે પાપ-શુધ્ધિ અને પુણ્યવૃધ્ધિ થશે, તે જ આપણને જગતના દુ:ખો-પાપોથી છોડાવી શકશે.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ ) નવપદની આરાધના 2 પ્રકારે કરવાની છે, પહેલા પાંચ પદમાં ગોઠવવાનું છે પછીના ચાર પદને આપણામાં ગોઠવવાના છે, જેનો જીવ
શ્રી નવપદમાં છે તે શિવપદને પામે છે તપસમ્રાટ પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ 

પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્ર્વરજી મ.સા.આ કલિકાળ મધ્યે ભરતક્ષેત્રની ભોમકા ઉપર ભૂલા પડેલા વર્તમાનકાલીન "ધન્ના અણગાર છે. વિષમ પરિબળો વચ્ચે પૂજય શ્રીની બાહ્યાભ્યંતર તપારધના અલૌકિક, અદ્ભૂત હતી. પ.પૂ.આ. પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ કહેતાં કે,"જો ક્ષપકશ્રેણીનો કાળ હોત તો પૂ. હિમાંશુસૂરીજી ક્ષપકશ્રેણી માંથી અવશ્ય કેવળજ્ઞાન પામી જાય તેવો ઉગ્ર કોટીનો તપ કરે છે. પૂજયશ્રીની આયંબિલ તપની આરાધના અવર્ણનીય હતી.
હ પ્રથમ આયંબિલ 16 વર્ષની ઉંમરે સંસારીપણામાં અક્ષત (ચોખા) ના કાચા દાણાને શેકીને માત્ર તેના અલ્પ દાણા અને ઉકાળેલું પાણી વાપરીને આત્માની અક્ષતપદની શીઘ્ર પ્રાપ્તિનું બીજારોપણ કર્યું વિ.સં.1976
હ વિ.સં.1979માં મુંબઇમાં મુઠ્ઠીભર શેકેલા ચણા વેચાતા લઇ ઉકાળેલા પાણી સાથે વાપરી આયંબિલ કર્યું (સંસારીપણામાં)
હ 58મી ઓળી દરમિયાન સિધ્ધગિરિમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ સાથે ગિરિરાજની કુલ 120 યાત્રા કરી હતી.
હ 59મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ કર્યું હતું.
હ 61મી ઓળી દરમિયાન 29 દિવસમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ સાથે ગિરનારજી નેમિનાથ
હ પ્રભુની દીક્ષા કેવલ નિર્વાણની મહાતીર્થભુમિ ગીરનારજીની 99 યાત્રા કરી હતી. હ 77મી ઓળી દરમ્યાન સિધ્ધગિરિની 108 યાત્રા કરી હતી.
હ વિ.સ.2039ની સાલમાં 100 મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે વિગઇથી પારણું ન કરતા ભીષ્મ અભિગ્રહપૂર્વક આયંબિલ ચાલુ રાખ્યા. અખંડ 1008 આયંબિલ શંખેશ્ર્વરમાં પૂર્ણ થયા પરંતુ અઠ્ઠમ તપ કરી અખંડ આયંબિલ ચાલુ રાખ્યા.
હ જીવન દરમ્યાન કુલ 11500 થી અધિક આયંબિલ કર્યા.
હ 64મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ, 65મી ઓળી એકાંતરા ઉપવાસ સાથે 66 મી ઓળી એકાંતરા ઉપવાસથી કરી હતી પરંતુ તેમાં કેટલાક ઉપવાસને બદલે છઠ્ઠ કર્યા હતા.