સુરેન્દ્રનગર સબ જેલમાંથી વધુ એક મોબાઈલ ઝડપાયો

  • સુરેન્દ્રનગર સબ જેલમાંથી વધુ એક મોબાઈલ ઝડપાયો

વઢવાણ તા,18
સુરેન્દ્રનગર સબ જેલમાંથી ફરીથી મોબાઈલ પકડાયો હતો અને બે કેદી વિરુધ્ધ જેલ સતાવાળાઓએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સબ જેલ ફરી એકવાર પ્રતિબંધીત વસ્તુઓ મળી આવતા ભારે ચકચાર ફેલાઈ છે.
તેમાં ગઇકાલે બપોરના જેલના સ્ટાફે દરેક કેદીને મેદાનમાં ઉભા રાખી જડતી કરતા બેરકમાં બંધી હત્યાના ગુન્હામાં જેલવાસ ભોગવતા જયેશ અને અકરમ સુભાનભાઇ અને નરેશ ઉર્ફે પિન્ટુ ઉકાભાઇ ઝગડો કરતા હોય જેલ સ્ટાફને શંકા જતા તપાસ કરતા બે સંડાસની વચ્ચે પાણીની નીકની અંદર પ્લાસ્ટીકની કોથળીમાં રાખેલો મોબાઈલ મળી આવેલ હતો.
આ મોબાઈલ અંગે પૂછતા બંને કેદીઓ એક બીજા ઉપર આક્ષેપ
કરતા જેલ સહાયક પૃથ્વીરાજસિંહ વાઘેલાએ બંને કેદી અકરમભાઇ સુભાનભાઇ અને નરેશ ઉર્ફે પીન્ટુ ઉકાભાઇ સામે પ્રીઝન એક્ટના
ભંગ બદલ એ ડીવીઝનમાં ફરીયાદ કરતા વધુ તપાસ હરદેવસિંહ ઝાલાએ હાથ
ધરી છે.