I LOVE YOU એટલે? વઘારેલા મમરા!

  • I LOVE YOU એટલે? વઘારેલા મમરા!
  • I LOVE YOU એટલે? વઘારેલા મમરા!

અમદાવાદ: ગુગલ ટ્રાન્સલેશની સુવિધા આવતા અન્ય ભાષામાં ટ્રાન્સલેશન કરવું ખૂબ જ સરળ થઇ ગયું છે. પરંતુ દરેક વખતે તે ટ્રાન્સલેશન સાચું હોય તે જરૂરી નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક સ્ક્રીનશોટ વાઇરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે કે ગૂગલ ટ્રાન્સલેશનમાં વઘારેલા મમરાનું અંગ્રેજી સર્ચ કરી રહ્યા છે.
લોકો ગૂગલ પર સર્ચ કરીને તેના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. જેમાં વઘારેલા મમરાનું અંગ્રજી ‘આઇ લવ યુ’ દેખાડી રહ્યું છે. આ જાણીને તમને પણ આશ્ર્ચર્ય થશે કે આવું કઇ રીતે થઇ શકે. તો તમે પણ ગૂગલ ટ્રાન્સલેશનમાં ચેક કરી શકો છો.
આ પહેલા પણ આવા કિસ્સા આવી ચૂકયા છે કે જેમાં ગૂગલ ટ્રાન્સલેશનમાં ખોટી માહિતી આવતી હોય છે. એટલા માટે જો તમે મહત્વના કાર્ય માટે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરતા હોવ તો બે વખત ક્રોસ ચેક કરીને તે માહિતીનો ઉપયોગ કરવો. ખોટી માહિતીને કારણે ઘણી વખતે મુશ્કેલી સર્જાઇ શકે છે.