IPLમાં રાજકીય એડ મામલે આજે નિર્ણયMarch 18, 2019

નવીદિલ્હી:બીસીસીઆઈના મુખ્ય પ્રસારણકર્તા સ્ટાર ઈન્ડિયાએ બીસીસીઆઈને અનુરોધ કર્યો છે કે, 23મી માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલની 12મી સિઝનમાં રાજકીય વિજ્ઞામપનો દર્શાવવા માગે છે પરંતુ બીસીસીઆઈ અને સ્ટાર વચ્ચે થયેલા મીડિયા અધિકાર કરાર (ખછઅ)માં સ્પષ્ટ જણાવાયું છે કે, તેમાં રાજકીય અથવા ધાર્મિક વિજ્ઞામપનો માટે કોઈ સ્થાન નથી. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની સમિતિ આ મામલે ચર્ચા કરવા માટે સોમવારે બેઠક યોજશે. એવું ચર્ચાય છે કે, આઈપીએલ દરમિયાન રાજકીય વિજ્ઞામપન દર્શાવવાની મંજૂરી મળવી ન બરાબર છે તેમ છતાં આ મામલે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રો પ્રમાણે સીઓએની ત્રણ સભ્યોવાળી સમિતિ બેઠકમાં એ પણ જોશે કે, સ્ટાર શું ઇચ્છી રહ્યું છે પરંતુ આ મામલે બીસીસીઆઈના અગાઉના વલણને બદલવું ન બરાબર છે. આ પહેલાં પણ આઈપીએલ વખતે રાજકીય વિજ્ઞામપન દર્શાવવા માટે બોર્ડનો સંપર્ક કરાયો ત્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે, રમત અને રાજનીતિને દૂર રાખવી જોઈએ. બીસીસીઆઈ અને સ્ટાર વચ્ચે 2018થી 2022 દરમિયાન થયેલા કરાર મુજબ પ્રસારણ દરમિયાન કોઈ પણ રાજકીય અને ધાર્મિક વિજ્ઞાપનની મંજૂરી નથી. સ્ટાર ઈન્ડિયાના અધિકારીએ કહ્યું કે, એમઆરએ કહે છે કે, મેચ દરમિયાન આ પ્રકારની એડ દર્શાવી શકાતી નથી, તેમ છતાં અમે અનુરોધ કર્યો છે.
તેઓએ કહ્યું કે, અમે પ્રસારણકર્તા છીએ અને આ દેશમાં કોઈ પણ એડ આપનારને અમારી પાસે પહોંચવાનું અને સ્પોન્સર ખરીદવાના અધિકાર છે. અમે તેમને ના કહી શકીએ તેમ નથી. આથી જો કોઈ રાજકીય પક્ષ અમારો સંપર્ક કરે તો અમે તેમને મંજૂરી આપવા બંધાયેલા છીએ.