બાંગ્લાદેશની ટીમ પરત: જાન બચી તો લાખો પાયાMarch 18, 2019

નવીદિલ્હી: ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં 49 લોકોના મોત થયા હતા. ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ એ મસ્જિદના નજીક હતી. સદભાગ્યે ટીમ બચી ગઈ. જોકે હવે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સ્વદેશ પરત આવી છે અને ખેલાડીઓએ કહ્યું કે તેમને સામાન્ય થતા હજી વાર લાગશે.
બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ મુજબ દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે ખેલાડીઓનો અનુભવ એટલો ભયજનક રહ્યો કે તેમને ક્રિકેટમાંથી બ્રેક લેવાની જરૂર છે. રિપોર્ટ મુજબ તેમને ખેલાડીઓને પરિવાર સાથે સમય વિતાવવા અને એ દિવસને યાદ ન કરવાની સલાહ આપી છે. ઉપરાંત બાંગ્લાદેશના સીનિયર બેટ્સમેન તમીમ ઇકબાલે કહ્યું કે, ન્યુઝીલેન્ડમાં અમે જે પણ જોયું તેમાથી બહાર આવતા થોડો સમય લાગશે. જોકે સારી વાત એ છે કે અમે ઘરે પરત આવી ગયા. કારણે બધા અમારા માટે ચિંતિત હતા અને આશા છે કે જલ્દી અમે આમાંથી બહાર આવી જઈશું.
તેમને બતાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં થયેલ આતંકી હુમલામાં 49 લોકોના મોત થયા હતા. જ્યારે બાંગ્લાદેશની ટીમ પણ નમાજ પઢવા માટે મસ્જિદમાં જવાની તૈયારીમાં હતી ત્યારે થોડા સમય પહેલા જ આ ઘટના બની હતી અને ખેલાડીઓ સદભાગ્યે બચી ગયા. ભારતીય ક્રિકેટ જગતે પણ આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાની ભારે ટીકા કરી છે.