સુરેન્દ્રનગરમાં 4 સંપ્રદાયના જૈન સાધુ-સાધ્વીઓનું મિલનMarch 16, 2019

રાજકોટ તા.16
શ્રી કેરીબજાર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ગોપાલ સંપ્રદાયના પૂ.રામ-ઉત્તમકુમાર મુનિ ઠાણા-8, ખંભાતના પૂ.જિતેન્દ્રમુનિ મ.સા. ઠાણા-3, ગોંડલના પૂ.શ્રી ધીરજમુનિ મ.સા., અજરામરના પૂ.ચૈત્યમુનિ મ.સા. ઠાણા-2, એમ 14 સંતો તથા પૂ.પ્રતિમાબાઇ મ.સ. પૂ. પૂર્ણિતાજી મ.સ. ઠાણા-19, ગોંડલના પૂ.નયનાજી મ.સ. ઠાણા-3 સહિત ચતુર્વિધ સંઘના મિલનથી અનેરો ધર્મોત્સાહ છવાયો હતો.
જયારે પૂ.રાજવીર્યમુનિજીએ 65 વર્ષે દીક્ષાના ભાવ કેમ જાગ્યા તે જણાવી સહુને પુરૂષાર્થી બનવા કહેલ. પૂ. જિતેન્દ્રમુનિજીએ વૈયાવચ્ચના કાર્યમાં ઉદાર બનવા અપીલ કરેલ. પૂ.રામ-ઉત્તમકુમાર મુનિજીએ જણાવેલ કે સંપ્રદાય, સંઘ, સમાજ પછી પહેલા સહુ જિનશાસનના છીએ તેવો ભાવ જગાવો. આજે શનિવારે સરદાર સંઘમાં પધારતા શાનદાર સ્વાગત સામૈયામાં સાફાધારી ભાઇઓ, કળશધારી બહેનો જોડાયા હતા. ગીતોની રમઝટથી મુખ્ય માર્ગ ગુંજતા કરેલ.સરદાર સંઘમાં જીવદયા કળશનો લાભ ઉપકાર પરિવારવાળાએ લીધેલ. અનુમોદના કૂપનમાં સરોજબેન જશુભાઇ દોશી (રોનક)એ પૂર્તિ કરેલ. નવકારશીનો લાભ રસીલાબેન એચ. શાહ અને રાજુભાઇ કેસ્ટ્રોલવાળાએ લીધેલ. આવતીકાલે સવારે 8:45 સમૂહ 333 ભક્તામર સંકલ્પ જાપ અને 9:15 થી 10:15 પ્રવચન બાદ અતિથિભવનનો ઉદ્ઘાટન ઉત્સવ યોજાયેલ છે.