રંગોનો ઉત્સવ જીવન મહોત્સવMarch 17, 2019

હોળી નામ લેતા સાથે જ વિવિધ આકર્ષક રંગોની બૌછાર નજર સામે આવે છે. રંગ અને પ્રેમનો આ ઉત્સવ જીવનમાં ઘણુ શીખવી જાય છે. હોળી પ્રજવલ્લિત કરવામાં આવે છે. લોકો દર્શન, પ્રદક્ષિણા કરે છે પરંતુ ખરેખર તો હોલિકાની આ જવાળામાં આપણે આપણા જીવનના દુર્ગુણો, દોષ, વ્યસન વગેરે અર્પણ કરવાની જરૂર છે. જેમ અગ્નિમાં તપીને કોઈ પણ વસ્તુ શુધ્ધ થાય છે એજ રીતે આ હોલિકાની અગ્નિમાં આપણે આપણા આત્માના ગુણોને શુધ્ધ અને સ્ટ્રોંગ કરવાની જરૂર છે. જેના દ્વારા આત્મા શુધ્ધ અને પવિત્ર બને છે. આત્મશુધ્ધિની આ ક્રિયા બાદ બીજા દિવસે ધુળેટી એટલે કે રંગ, ગુલાલ વડે રમવાનો દિવસ જેમાં વિવિધ પ્રકારના રંગો વડે આપણે એકબીજાને રંગીએ છીએ આ એ દર્શાવે છે કે જીવનમાં સુખ, દુ:ખ, પ્રેમ, લાગણી, વેદના, ખુશી વગેરે અનેક રંગો છે. દરેકનો હકારાત્મક સ્વીકાર કરીએ જ્યારે એકબીજાને રંગીએ છીએ ત્યારે મનમાં કોઈ વેર કે દ્વેષની લાગણી નથી હોતી એ જ રીતે કોઈપણ ઘટના કે કોઈપણ બનાવનો નિખાલસતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. રંગ ચાહે ગુલાબી હોય, લાલ હોય કે પીળો કે પછી નારંગી હોય દરેક રંગને ગમતા કરીને રંગો વડે રમીએ છીએ એજ રીતે જીવનમાં ચાહે કોઈપણ દુ:ખ આવે તે રંગનો સ્વીકાર કરી તેમાંથી સમાધાન શોધી લઈને સકારાત્મક વલણ અપનાવીએ.
આમ હોળી, ધળેટી જીવનમાં હકારાત્મક અને સકારાત્મક સોચનો સંદેશ આપે છે. હોળી - ધુળેટી પર્વના સંદેશને ખરા અર્થમાં જીવનમાં
ઉતારીને જીવનને રંગમય-આનંદમય બનાવીએ
60% off Colors & Herbal Gulal