રંગોની બૌછાર.... ન બને પીડાની સૌગાદMarch 19, 2019

કેમિકલયુકત કલર આંખો અને ચામડીને કાયમી નુકસાન કરી શકે છે તેથી હર્બલ કલર વાપરવાનો આગ્રહ રાખો ભૂમિની સગાઇ પછી પ્રથમ હોળી હતી અને ગણતરીના દિવસોમાં લગ્ન પણ હતા. નવા નણંદો અને દિયરો અને ફિયાન્સ સાથે હોળી રમવાનો ઉત્સાહ હતો. ધુળેટીના દિવસે આખો દિવસ રંગોથી રમ્યા પરંતુ આ આનંદ ક્ષણજીવી નિવડ્યો જ્યારે કેમિકલયુક્ત રંગોએ ભૂમિના ખુબસુરત ચહેરા પર રેશીસ અને લાલ ચકમા પાડી દીધા હતા. હોળીની મીઠી સુંદર યાદોના બદલે તેના માટે હોળી દુ:ખદાયક બની ગઇ હતી.
હાલના સમયમાં ધુળેટી રમવામાં જે કેમિકલયુક્ત રંગો વાપરવામાં આવે છે જે માણસની સ્ક્રીન, આંખો અને જો મોંમાં જાય તો હાનિકારક છે. રાજકોટમાં કલરનું મેન્યુફેકચરીંગ કરતા જયેશભાઇ દાવડાએ જણાવ્યું હતું કે ધુળેટી રમવામાં કેમિકલયુક્ત રંગો ન વાપરો જે હર્બલ કલર આવે છે તેનો ઉપયોગ કરો. આ રંગો તપકીર પાવડર અને ફુડ કલરથી બનાવવામાં આવે છે. ઉપરાંત તે બિલકુલ નુકસાન કરતા નથી. આ હર્બલ કલર આંખોમાં જાય તો પણ કોઇ નુકસાન કરતા નથી. જે કેમિકલયુક્ત કલર બને છે. તેમાં કાચનો પાવડર, ડોલોમાઇટ પાવડર અને કપડા રંગવાનો પાવડર વાપરવામાં આવે છે જેના કારણે સ્કીન ડીસીઝ થવાની શક્યતા રહે છે. રમવા માટે ડ્રાય કલર વાપરો: ચમકતા કલર હોય તેમાં કેમિકલની શક્યતા હોય છે: પેકિંગ
કરતા લૂઝ કલર
ખરીદવાનો
આગ્રહ રાખો આ રીતે હર્બલ કલરને ઓળખી શકાશે
* રમવા માટે ડ્રાય કલર વાપરવો જે કલર પેકિંગમાં આવે છે તે કેમિકલયુકત હોવાની શકયતા વધારે છે તેથી લૂઝ કલર ખરીદવાનો આગ્રહ રાખો
* જે રંગો ચમકતા હોય તેમાં કોઇપણ કેમિકલ નાખેલું હોય જ છે તેથી તે ખરીદવાનો આગ્રહ ન રાખો
* હર્બલ રંગો ફૂડ કલરમાંથી બનાવવામાં આવે છે તેથી તેના કલર પાકા કલર કરતા થોડા ડલ અને અલગ પડશે
* ચમકીલા અને આકર્ષક કલર વાપરવાનું ટાળો.

60% off Colors & Herbal Gulal