રંગોની રાગિણી સંભળાવે છે તમારી કહાનીMarch 19, 2019

એક તકદીરનો રંગ, એક તસવીરનો રંગ,
રંગોથી રંગીન છે જગત, બાકી કાળો ધબ ને સેફદ છે બેરંગ
રંગ શબ્દ તો બહુ નાનો છે પરંતુ પ્રકૃતિથી લઇ આપણા જીવન સુધી ફેલાયેલો? વિશાળ છે અને દરેક માનવનાં મન પર અસરકરતા પણ છે. દરેક વસ્તુમાં જેમ બધાની પસંદગી જુદી-જુદી હોય છે તેમ રંગોનું પણ કંઇક એવું છે. બધાને લગભગ પોતાની પસંદગીનો એક રંગ હોય છે.
આ રંગનું રહસ્ય શું છે? શું આપ જાણો છો કે તમારી પસંદગીનો રંગ તમારા વિશે ઘણું-બધું કહી જાય છે. જી હા મિત્રો, કોઇપણ રંગ આપણો ફેવરીટ હોવો એ આપણા વ્યક્તિત્વ પર આધાર રાખે છે. ચાલો, જાણીએ આપની પસંદગીનો રંગ આપના વિશે શું કહે છે?
* ગ્રે કલર : જો તમારી પસંદગીનો કલર ગ્રે છે. તો તમારું જીવન બેલેન્સમાં રહે છે તેમ કહી શકાય. તમે તમારા મિત્રવર્તુળ સાથે જયારે રહો છો ત્યારે જીવનમાં સારી વસ્તુનો આનંદ માણનાર છો પરંતુ મુશ્કેલીનાં સમયમાં તમે સરળતાથી નિર્ણયો નથી લેતા.
* લાલ રંગ : જો લાલ તમારો મન પસંદ રંગ છે તો તમે અગ્નિ તત્વથી નજીક છો-તમે મહેનતું છો. લાલ રંગ તમને કેન્દ્રમાં રાખે છે તમે ઘણા ઉત્સાહી છો. લોકોનાં આકર્ષણનું કેન્દ્ર છો. તમારા પર આવતી મુસીબતોનો તમે જુસ્સાદાર સામનો કરી શકો છો. તમારું વ્યક્તિત્વ મજબૂત છે.
* પીળો રંગ : પીળો રંગ તમને બહુ ગમે છે તો તમને અસંતુલિત ઉર્જા સાથે ગતિશીલ અને ગરમ વ્યક્તિત્વ મળ્યું છે. તમે આનંદી છો તમે અન્યને પણ ખુશ રાખી શકો છો. તમે તમારા કામથી ખુશ છો. તમને જે મળ્યું છે તેમાં ખુશ છો, તમને કોઇ વાંધો નથી તમને પ્રેમ મેળવતા આવડે છે.
* જાંબલી રંગ : જો તમે જાંબલી રંગને પ્રેમ કરો છો તો તમારામાં તમારી ઉંમર કરતા વધુ ડહાપણ છે. તમે ઉંચા સ્વપ્ન જોનાર અને ઉચ્ચ વિચારો ધરાવનાર વ્યક્તિ છો. રાજકીય સ્વભાવ સાથે જીવવું પસંદ કરો છો. તમે કોઇ પણ વસ્તુ કે વ્યક્તિને મોહમાયા વગર સરળતાથી છોડી શકો છો. જીવન માટે તમે રોમેન્ટિક દ્રષ્ટિવાળા છો.
* સફેદ રંગ : સફેદ રંગ જો તમારો ફેવરીટ હોય તો તમે સ્વભાવે તેજસ્વી અને ચમકદાર છો. તમે સુવ્યવસ્થા પસંદ કરો છો. વસ્તુઓ સુઘડ અને વ્યવસ્થિત ગમે છે. ગંદકીથી દૂર રહો છો. જીવન પ્રત્યે હંમેશા સકારાત્મક છો. સત્ય પસંદ છે અને હંમેશા તમારી સાચી દિશા તમને ખબર હોય છે.
* લીલો રંગ : જો તમને લીલો રંગ આકર્ષિત કરતો હોય તો તમે પ્રકૃતિપ્રેમી છો. આ રંગ તમને મનથી પ્રફુલ્લિત કરે છે. તમે દયાળુ અને સહાનુભૂતિ વાળો સ્વભાવ ધરાવો છો. લોકોને મદદ કરવા તત્પર રહો છો જયાં સુધી કરી શકાય ત્યાં સુધી તમે તમારું જાતે કરી લો છો.
* ઓરેન્જ કલર : આ કલર જેમને પસંદ છે તે લોકોનું ઝડપથી મૂલ્યાંકન કરી શકે છે. પોતાના અભિપ્રાયો સરળતાથી આપી શકે છે. સામાજિક અને વ્યવહારુ સ્વભાવ ધરાવે છે . એક સ્મિત સાથે મિત્ર બનાવતા આવડે છે . તમે કોઈ પણ વ્યવસાય માં ચમકતા હોવ અને લોકો સાથે ખૂબ સારુ બને છે . તમે પ્રતિભાશાળી વ્યકિતત્વ ધરાવો છો.
આ હતી રંગો અને વ્યક્તિત્વની રંગીન વાતો...
- એકતા ધકાણ
ટેરોકાર્ડ એક્સપર્ટ એન્ડ સ્પીરીચ્યુલ હીલર 60% off Colors & Herbal Gulal