કેસૂડો-પલાશ: એક અદ્દભૂત વૃક્ષMarch 16, 2019

કેસૂડાના ફૂલ માનવજીવનમાં અનેક રીતે ઉપયોગી થાય છે હોળી-ધુળેટીના તહેવારોમાં કેસૂડાનાં ફૂલોની યાદ અચૂક આવે છે. કેસૂડાનાં ફૂલ પલાશ(ખાખરો) વૃક્ષનાં ફૂલ છે જે પ્રાકૃતિકરૂપથી કેસરી રંગના હોય છે અને પાણીમાં નાંખતા કેસરી રંગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદ અનુસાર પલાશ એક અદ્ભૂત વૃક્ષ છે જેનું મહત્ત્વ મનુષ્યજીવનમાં વિશેષ છે.
* યજ્ઞમાં સમિધ તરીકે ખાખરાની વિશેષ પ્રજાતિનો ઉપયોગ થાય છે.
* પલાશ વૃક્ષ શુભ માનવામાં આવે છે. ચારકસંહિતા અનુસાર પ્રાચીન સમયમાં જયારે શિષ્ય ગુરુ પાસે આયુર્વેદના અધ્યયન માટે જતાં ત્યારે પ્રથમ દિવસે તેની સાથે ઘણી શુભ વસ્તુઓ લઈને જતાં જેમાંની એક પલાશ વૃક્ષની ડાળી પણ છે.
* પલાશ ભૂખ લગાડનાર, ઘાવ રૂઝવનાર, ફ્રેક્ચરનું જલ્દી હિલિંગ કરનાર, વ્રણ, ગ્રહણી, કૃમિ, હરસમાં ઉપયોગી છે.
* કેસૂડાનાં ફૂલોનાં પ્રાકૃતિક રંગથી ધૂળેટી રમવાથી દાહ અને ત્વચાના રોગોમાં ફાયદો થાય છે અને આભામંડળ (અઞછઅ) શુદ્ધ થાય છે.
* કેસૂડાનાં ફૂલ તૂરાં, મૂત્રલ છે, ફૂલને બાફીને પેડુ ઉપર બાંધવાથી કષ્ટ સાથે આવતાં મૂત્રની તકલીફ અને મૂત્રાઘાતમાં લાભ થાય છે.
* ખાખરાના બીજનું ચૂર્ણ કૃમિને અસર કરે છે. વિશેષરૂપે ગોળ અને ચપટા કૃમિઓનો નાશ કરે છે.
* સગર્ભાવસ્થામાં દૂધ સાથે ખાખરાનું એક કોમળ પાન વાટીને લેવામાં આવે તો બળવાન પુત્રનો જન્મ થાય છે.
* હરસની તકલીફમાં ઘી અને તેલમાં પકાવેલું ખાખરાના પાનનું શાક દહીંની તર સાથે આપવું.
* તાવમાં શરીરે ખૂબ દાહ(બળતરા) થતી હોય ત્યારે ખાખરાના પાનનો રસ શરીરે ચોપડવો.
* વ્રણ (ઘાવ)ને મટાડવા માટે પલાશના ગુંદરનું સૂક્ષ્મ ચૂર્ણ ઉત્તમ ઔષધ છે.
* ખાખરાના પાનની ગરમ પોટીસ ગૂમડાં પર બાંધવાથી સારું થાય છે.
* ખાખરાના અર્કનો ઉપયોગ આંખના મોતિયાની સારવારમાં થાય છે.
* પલાશક્ષારનો પ્રયોગ વિવિધ કૃમિઘ્ન ઔષધિઓમાં, સ્ત્રીરોગોમાં, પ્રમેહમાં અને વ્રણરોપણમાં(ઘાવ રૂઝવવામાં) પ્રસિદ્ધ છે.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ, સલાહ પ્રયોગ આયુર્વેદ નિષ્ણાંતની સલાહ પછી જ કરવા)
- ડો. હેતલ આચાર્ય, ખ.ઉ.(આયુર્વેદ-પંચકર્મ) - રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત